નવી દિલ્હીઃ દિલ્હી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે તૈયારીઓ શરૂકરી દીધી છે. ભાજપે સ્પષ્ટ કરી દીધુ છે કે આ ચૂંટણીમાં અરાજકવાદ અને રાષ્ટ્રવાદ વચ્ચે મુકાબલો થશે. જેને લઇને કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકરે પ્રેસ કોન્ફરન્સ કરી કોગ્રેસ અને આમ આદમી પાર્ટી પર શાબ્દિક હુમલાઓ કર્યા હતા. જાવડેકરે કહ્યુ કે, આમ આદમી પાર્ટીની સરકાર સતત મોદી સરકાર પર કામ નહી કરવા દેવાનો આરોપ લગાવી રહી છે પરંતુ સત્ય એ છે કે પોતે કામ કરવા માંગતી નથી. આ કારણે સાડા ચાર વર્ષો સુધી કામ કર્યું નથી અને ચૂંટણીની તારીખો નજીક આવી કે એક પછી એક કેજરીવાલ સરકાર જાહેરાતો કરી રહી છે. આ મારફતે તે લોકોને બતાવી રહી છે કે તેમણે કામ કર્યું છે.
દિલ્હી ભાજપે સ્પષ્ટ કરી દીધું કે મુખ્યમંત્રી પદનો ચહેરો કોણ હશે તેને લઇને હજુ સુધી કોઇ ચર્ચા થઇ નથી. આ રણનીતિનો હિસ્સોછે જ્યારે બધુ નક્કી થઇ જશે ત્યારે તેની જાણકારી આપવામાં આવશે.
ભાજપે કહ્યું કે, નાગરિકતા સંશોધન કાયદાને લઇને આપ અને કોગ્રેસ લોકોને ગેરમાર્ગે દોરી રહી છે. જે પણ દિલ્હીમાં હિંસા થઇ આ માટે આ બંન્ને રાજકીય પાર્ટીઓ જવાબદાર છે. જાવડેકરે આરોપ લગાવ્યો કે નાગરિકતા કાયદા પર દિલ્હીમાં થયેલી હિંસા માટે કોગ્રેસ અને આપ જવાબદાર છે. આ બંન્નેએ હિંસા ભડકાવવાનું કામ કર્યું. દિલ્હીમાં ત્રણ સ્થળો પર થયેલી હિંસામાં આપ અને કોગ્રેસ નેતાઓનું નામ આવ્યું છે.
CAA: પ્રકાશ જાવડેકરનો આરોપ- દિલ્હીમાં થયેલી હિંસા માટે AAP અને કોગ્રેસ જવાબદાર
abpasmita.in
Updated at:
01 Jan 2020 05:54 PM (IST)
જાવડેકરે કહ્યુ કે, આમ આદમી પાર્ટીની સરકાર સતત મોદી સરકાર પર કામ નહી કરવા દેવાનો આરોપ લગાવી રહી છે પરંતુ સત્ય એ છે કે પોતે કામ કરવા માંગતી નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -