ભારતીય હાઈકમિશને ઢાકામાં બાંગ્લાદેશ મુક્તિવાહિનીના એક પૂર્વ યોદ્ધાને 31 ડિસેમ્બરે 15 લાખ વિઝા સોંપ્યા હતા. મહત્વપૂર્ણ છે કે બાંગ્લાદેશમાં મુક્તિવાહિનીના પૂર્વ યોદ્ધાઓને ભારત 5 વર્ષના મલ્ટીપલ એન્ટ્રી વિઝા આપે છે. તે સિવયા શિક્ષણ, પ્રયર્ટન વગેરે માટે મોટી સંખ્યામાં વિઝા આપે છે.
પ્રાપ્ત જાણકારી પ્રમાણે, છેલ્લા ત્રણ વર્ષમાં બાંગ્લાદેશમાંથી ભારતીય વિઝા મેળવનારાઓની સંખ્યમાં સતત વધારો થઈ રહ્યો છે. વર્ષ 2017માં જ્યારે 13.8 લાખ વિઝા બાંગ્લાદેશના નાગરિકોને આપવામાં આવ્યા હતા. જ્યારે 2018માં આ આંકડો વધીને 14.6 લાખ પહોંચ્યો છે. ઉલ્લેખનીય છે કે દુનિયાભરમાં આપવામાં આવતા ભારતીય વિઝાના લગભગ 20 ટકા બાંગ્લાદેશમાં આપવામાં આવે છે.
બાંગ્લાદેશે ભારતની સરહદ પર મોબાઈલ સેવા કરી બંધ, એક કરોડ લોકો થશે પ્રભાવિત