નવી દિલ્લીઃ ગુજરાતની 2017 વિધાનસભાની ચુંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટીએ શુક્રવારે 20 દિવસનો એક કાર્યક્રમની જાહેરાત કરી હતી. આ કાર્યક્રમને ગ્રામ્ય મતદાતાઓને આમ આદમી પાર્ટી તરફ જનમત ઉભો કરવા માટે લૉંચ કરવામાં આવ્યો છે. જેમા દલિત, પાટીદાર ખેડૂતો અને ગ્રામ્ય લોકોને પોતાના તરફ વાળવાનો પ્રયાસ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં 10,000 ગામડાઓનો સમાવેશ કરવામાં આવશે. ગુજરાતમાં થયેલા પાટીદાર અનામત આંદોલન અને દલિત આંદોલને ધ્યાનમાં રાખીને ગ્રામ્ય વિસ્તારમાં રહેતા દલિતો અને પાટીદાર ખેડૂતોના પોતાના તરફ કરવાનો પ્રયાસ કરશે.


'આપ ચલી ગાવ કી ઓર' કાર્યક્રમમાં 2017ની વિધાનસભાની ચુંટણીમાં જીતવા માટેની તૈયારી કરી રહી છે. આપના કાર્યકર્તા ગુજરાતના 182 વિધાનસભાની સીટ પરના ગામડાઓમાં ફરશે. આના માટે એક ટીમ બનાવવામાં આવશે. દરેક ટીમ દરરોજ 5 થી 7 ગામડા કવર કરશે.

ગુજરાતના દલિત, પાટીદાર અને ખેડૂતો ભારતીય જનતા પાર્ટીની સરકાર વિરુદ્ધ હોવાનું માનવામાં આવી રહ્યું છે. તે જોતા આપના નેતા પોતાની પ્રચાર પ્રસારની સ્ટ્રેજી તે મુજબ બનાવશે. તેમ આપના ટોપ લીડરશીપે જણાવ્યું હતું. અરવિંદ કેજરીવાલ ઓક્ટબરમાં સુરતમાં સભા કરી હતી. જેને આપની સફળતા ગણાવામાં આવે છે. અમિત શાહ દ્વારા જ્યારે પાટીદરો માટેની એક સભા કરવામાં આવી હતી ત્યારે હાર્દીક પટેલના સમર્થકોએ તે સભાનો વિરોધ કર્યો હતો. આપના નેતા પટેલ અને દલિત નેતાના સંપર્કમાં હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે.

આપ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, અમારી રિસર્ચ ટીમ હાલમાં ગુજરાતની જુદીજુદી સમસ્યાઓ પર ધ્યાન આપી રહ્યા છે. જેને મુદ્દો બનાવીને ચુંટણઈમાં ઉતરી શકયા.