નવી દિલ્લી: આમ આદમી પાર્ટી અને કેજરીવાલની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ જ લઈ રહી નથી. AAP નેતા સંદીપ કુમારની સેક્સ સીડી સામલામાં ફસાયા પછી પાર્ટીના એક વધુ નેતા પર દલિત યુવતી સાથે રેપ કરવાની કોશિશનો આરોપ લાગ્યો છે. આપ પંજાબના લહરાગાગા યૂનિટના અધ્યક્ષ હરદીપ સિંહ પર દલિત યુવતી (15 વર્ષ) સાથે રેપની કોશિશ કરવાનો આરોપ લાગ્યો છે. પોલીસે આપ નેતા વિરુદ્ધ કેસ પણ નોંધી લીધો છે. પોલીસના મતે પીડિતા આપ નેતાના સ્ટૂડિયામાં ફોટો ખેંચાવવા માટે ગઈ હતી. એ વખતે રેપની કોશિશ કરવામાં આવી હતી.

એક અંગ્રેજી અખબાર પ્રમાણે, ડીએસપી આકાશદીપ સિંહ ઔલખે જણાવ્યું કે યુવતી પોતાની નાની બહેન સાથે સ્ટુડિયો ગઈ હતી. નાની બહેન સ્ટૂડિયોના ડાર્ક રૂમની બહાર હતી. તે વખતે તેને ડાર્ક રૂમમાંથી બહેનને બૂમો પાડતી સાંભળી હતી. જેના પછી યુવતીએ આ વાતની જાણકારી ગામવાળાઓને આપી હતી. ગામના લોકોએ દરવાજો ખોલવાની કોશિશ કરી પરંતુ દરવાજો અંદરથી બંધ હોવાના કારણે તે ડાર્ક રૂમમાં જઈ શકી નહોતી. પોલીસના મતે તે દરમિયાન હરદીપ સિંહ દરવાજો ખોલી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. પોલીસે આ મામલે આરોપી હરદીપ સિંહ વિરુદ્ધ 8 સપ્ટેબરે એફઆઈઆર નોંધી લીધી હતી.

આ સંદર્ભે સંગરૂરના જોન કૉર્ડિનેટર જસબીર સિંહ સેખોએ કહ્યું કે પોલીસ રાજનૈતિક દબાણમાં આવીને કામ ન કરે પરંતુ સચ્ચાઈ સુધી પહોંચે. તેમને કહ્યું કે જો હરદીપ સિંહ દોષી સાબિત થશે તો તેમના વિરુદ્ધ સખત કાર્યવાહી થવી જોઈએ. કોંગ્રેસ નેતા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી રાજિંદર કૌર ભટ્ટલે કહ્યું કે, કેજરીવાલ જવાબ આપે કે તે કંઈ રીતની પાર્ટીનું નેતૃત્વ કરી રહ્યા છે. પંજાબમાં 2017માં વિધાનસભા ચૂંટણી થનાર છે, આ રીતની ઘટના સામે આવવાથી આપ અને કેજરીવાલ વિરુદ્ધ મુશ્કેલીઓ ખડી કરી શકે છે. હાલના દિવસોમાં દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પંજાબના પ્રવાસે છે.

ઉલ્લેખનીય છે કે દિલ્લી સરકારમાં મંત્રી રહેલા સંદીપ કુમારની સેક્સ સીડી સામે આવ્યા પછી તેમને પાર્ટી અને પદથી હાંકી કાઢવામાં આવ્યો હતો. સંદીપ કુમારને લઈને આમ આદમી પાર્ટી સતત મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. જો કે આપ પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવેલા સંદીપ કુમારને દિલ્લીની એક અદાલતે 14 દિવસની ન્યાયિક હિરાસતમાં મોકલી દીધા છે. એક મહિલાની ફરિયાદ પછી સંદીપ કુમારને બળાત્કારના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.