નવી દિલ્હી: પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને ભારત રત્ન સન્માન આપવાની જાહેરાત પર આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે વિવાદાસ્પદ ટ્વિટ કર્યું છે. સંજય સિંહે કહ્યું કે " એકવાર સંઘની શાખામાં જાઓ અને ભારતના રત્ન બની જાઓ." તેમની આ ટ્વિટની રાજનીતિમાં હલચલ મચી ગઈ છે.


ઉલ્લેખનીય છે કે, સરકારે પ્રણવ મુખર્જી સિવાય જનસંઘના નેતા નાના જી દેશમુખ અને જાણીતા ગાયક, સંગીતકાર અને ગીતકાર ભૂપેન હજારિકાને પણ મરણોપરાંત ભારત રત્ન આપવાની જાહેરાત કરી છે.


સંજય સિંહે ટ્વિટ કરી કહ્યું કે, 'બીજેપીની ભારત રત્ન યોજના "એકવાર સંઘની શાખામાં જાઓ ભારતનું રત્ન બની જાઓ" ભારત રત્નનું મજાક બનાવી દીધું છે.' આટલું જ નહીં સંજય સિંહે અન્ય એક ટ્વીટમાં લખ્યું કે, "ભારત રત્ન સ્વ. નાના જી દેશમુખ, પૂર્વ સાંસદ બીજેપી સમાજસેવી, સ્વ. ભૂપેન હજારિકા પૂર્વ ભાજપ એપમી ઉમ્મેદવાર અદ્ભૂત ગાયક, આદરણીય પ્રણવદા પૂર્વ રાષ્ટ્રપતિ અને સંઘના કાર્યક્રમમાં સામેલ." દિગ્ગજ નેતાઓએ નારાજગી પણ જતાવી હતી.
નોંધનીય છે કે પૂર્વ રાષ્ટ્રપતિ અને કૉંગ્રેસની સરકારમાં નાણામંત્રી રહી ચુકેલા પ્રણવ મુખર્જી ગત વર્ષે નાગપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મુખ્યાલયમાં મુખ્ય મહેમાન તરીકે સામેલ થયા હતા. અને સંઘના શિક્ષા વર્ગના સમાપન સમારોહમાં ભાષણ આપ્યું હતું. સંઘનું આમંત્રણ સ્વીકારવા પર કૉંગ્રેસના અનેક