નવી દિલ્લીઃ આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય સંયોજક અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ માટે પંજાબમાં ઘર શોધી રહી છે. પંજાબના પ્રદેશ આપે જણાવ્યું છે કે આગામી વિધાનસભાની ચુંટણીના લીધે કેજરીવાલ સપ્ટેંબરથી એક મહિનામાં અંદાજે 15 દિવસ પંજાબમાં રહેશે. પંજાબના કો-ઇંચાર્જ જનરલ સિંહે ઇંડિયનં એક્સપ્રેસને જણાવ્યું હતું કે, કેજરીવાલનું ઘર ભાડેથી અથવા પાર્ટીના કોઇ કાર્યકર્તાનું હશે. તેમણે જણાવ્યું હતું કે, ઘર ક્યા હશે, તેનો નર્ણય આગામી મહિને કરી દેવામાં આવશે.


વધુમાં તેમણે જણાવ્યું હતું કે, કેજરીવાલ ઘણા દિવસો સુધી અહીં રોકાણ કરશે એટલા માટે અમે અહીં ઘરની શોઘ કરી રહ્યા છીએ. આ ઘર લૂધિયાણામાં કે ફગવારામાં હશે. જેથી કરીને તે પ્રદેશના તમામ ભાગમાં સરળતાથી સક્રિય રહી શકે. તેમણે તે પણ જણાવ્યું હતું કે, કેજરીવાલ માટે સર્કિટ હાઉસ કે ગેસ્ટ હાઉસમાં રહેવું ઠીક નથી, એટલા માટે ઘર લેવું પડશે. જો તે અહીં ત્રણ દિવસ રહે છે અને આગળના ત્રણ દિવસ દિલ્લીમાં રહે છે તો તેમના માટે અહીં ઘર હોવુ્ં જરૂરી છે.