નવી દિલ્લીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પાસે કેટલી સંપત્તિ છે તેનો ખુલાસો થયો છે. વડાપ્રધાન મોદી પાસે કેટલી સંપત્તિ છે તેનો ખુલાસો ખુદ વડાપ્રધાન ઓફિસે કર્યો છે. આરટીઆઇ મારફતે મળેલી માહિતી પ્રમાણે, વડાપ્રધાન મોદી પાસે ગયા એક વર્ષમાં વડાપ્રધાન મોદીની કુલ સંપત્તિમાં 32 લાખ અને 22 હજારનો વધારો થયો છે. તેમની કુલ સંપત્તિ 73 લાખ 36 હજાર અને 966 રૂપિયા છે. તેમની પાસે રહેલી રોકડ રૂ. 4700થી વધીને 89, 700 રૂપિયા થઈ છે. સ્થાયી અને અસ્થાયી મિલકતની વાત કરીએ તો તેની કિંમત એક વર્ષમાં 1.41 કરોડથી વધીને 1.73 કરોડ થઈ છે. જેમાં 22%નો વધારો નોંધાયો છે. ગયા વર્ષથી તેમને 12.35 લાખ રૂપિયાની રોયલ્ટી પણ મળવા લાગી છે.
મળતી માહિતી પ્રમાણે, મોદી પાસે ગાંધીનગરમાં એક ઘર પણ છે. મોદી પાસે 2,09,296 રૂપિયા બેન્ક બેલેન્સ છે. 51,27,428 રૂપિયા બેન્ક એફડીઆર અને એમઓડી છે. 20,000 કિંમતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડ અને 3,28,106 રૂપિયાની એનએસસી અને 1,99,031 રૂપિયાની એલઆઇસી પણ છે. તે સિવાય વડાપ્રધાન મોદી પાસે 1 લાખ 27 હજાર 645 રૂપિયાની જ્વેલેરી પણ છે.
આ સિવાય મોદીને 2014-15માં પુસ્તકોને કોઈ રોયલ્ટી મળતી ન હતી. વર્ષ 2015-16માં 12.35 લાખ રૂપિયા રોયલ્ટી સ્વરૂપે મળ્યા છે. મોદીને હિન્દી-ગુજરાતી અને અંગ્રેજીમાં છપાયેલા 15 પુસ્તકોની રોયલ્ટી મળે છે. જોકે, સૌથી અગત્યની વાત એ છે કે મોદી પાસે પોતાની કોઇ કાર નથી.