નવી દિલ્લીઃ ભારતીય નેવી માટે તૈયાર કરવામાં આવેલી સ્કોર્પિન-ક્લાસ સબમરીનની યુદ્ધ ક્ષમતા સાથે સંબંધિત સિક્રેટ માહિતી લીક થઇ ગઇ છે.સબમરીન સાથે સંબંધિત 22,400 સિક્રેટ પેજ લીક થયાની માહિતી એક ઓસ્ટ્રેલિયન ન્યૂઝપેપર દ્ધારા આપવામાં આવી છે. 6 સ્કોર્પિન સબમરીન બનાવવા માટે ભારત અને ફ્રાંસ વચ્ચે $3.5 બિલિયન ડોલર (અંદાજીત 23,493 કરોડ રૂપિયા)નો કરાર થયો છે.
ભારતીય નેવીમાં સામેલ કરવા માટે ફ્રાંસની મદદથી બની રહેલી 6 સબમરીન્સ સાથે સંકળાયેલા દસ્તાવેજ તથા ડેટા લીક થવાના અહેવાલો આવતા ભારતીય નેવીને આંચકો લાગ્યો છે. સ્કોર્પિન સબમરીન્સ નેવી માટે ડ્રીમ પ્રોજેક્ટ સમાન છે. રક્ષા મંત્રી મનોહર પારિકરે આ મામલા પર નેવી ચીફ પાસે રિપોર્ટ માંગ્યો છે.