નવી દિલ્લી: દિલ્લીના પર્યટન મંત્રી કપિલ મિશ્રાએ એક કાર્યક્રમમાં જમ્મુ-ક્શમીરના મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીને પુછ્યું કે તે બુરહાન વાની અને અફઝલ ગુરૂને આતંકવાદી માને છે કે નહી? ત્યારબાદ કાર્યક્રમમાં હંગામો થયો હતો અને મહેબૂબાના સર્મથકોએ વિરોધ નોંધાવ્યો હતો. આ કાર્યક્રમમાં કેંદ્રીય મંત્રી મહેશ શર્મા પણ હાજર હતા.


મિશ્રા કાર્યક્રમમાંથી જતા રહ્યા કે તેને સાંભળનારા અને મહેબૂબા સાથે આવેલા ઓફિસરોના વિરોધ બાદ પોતાના ભાષણને રોકવામાં મજબૂર થયા હતા, ત્યારબાદ તે મહેબૂબા મુફ્તી સાથે સ્ટેજ પર બેસવા નહોતા માંગતા.

આ પહેલા કપિલ મિશ્રાએ કહ્યું હતું કે પર્યટન અને આતંકવાદ સાથે ન ચાલી શકે.