નવી દિલ્લી: સર્જિકલ સ્ટ્રાઈકને લઈને સવાલ ઉઠાવનારા આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર ભાજપે નિશાન સાધ્યું છે. કેંદ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે પ્રચારમાં ફસાયેલા કેજરીવાલ સેનાનું અપમાન કરી રહ્યા છે.
કેજરીવાલે સર્જિકલ સ્ટ્રાઈકને લઈને સવાલો ઉઠાવ્યા હતા, અને મોદી સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે તેના પૂરાવા રજૂ કરે.
કેજરીવાલના આ નિવેદનને લઈને ભાજપમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. રવિશંકર પ્રસાદે કહ્યું શ્રીમાન કેજરીવાલ તમારે એ જાણવુ જરૂરી છે કે આજે તમે પાકિસ્તાની મીડિયામાં હેડલાઈન છો. રાજનીતિ અલગ વાત છે, પરંતુ સેનાનું મનોબળ તુટે એવી વાત ન કરવી જોઈએ.
રવિશંકર પ્રસાદે કહ્યું સમગ્ર દેશ એક છે, એક મુખ્યમંત્રીએ એવું ના કહેવું જાઈએ જેના કારણે પાકિસ્તાન અને તેની સેનાને સવાલો ઉભા કરવાની તક મળે.