નવી દિલ્લીઃ દિલ્લી આમ આદમી પાર્ટીના વધુ એક ધારાસભ્યો પર કેસ કરવામાં આવ્યો છે. આપ પર બાદ એક કાનૂનના શિકંજામાં કસાતો જાય છે. આવો જ એક તાજો મામલો સાઉથ ઇસ્ટ દિલ્લીના દેવલી એરિયામાં બન્યો છે. એક મહિલાએ ધારાસભ્ય પ્રકાશ ઝારવાલ પર છેડખાન કરવાનો આરોપ લગાવ્યો છે. આ મામલે ગ્રેટર કૈલાશ પોલીસે કેસ દાખલ કર્યો છે.
તે એરિયાના સાંસદે દિલ્લી સરકારના ધારાસભ્યને આડેહાથ લીધા હતા. દિલ્લીમાં કેજરીવાલ સરકારની મુસીબદ ઓછી થવાનું નામ નથી લેતી. એવામાં સાઉથ દિલ્લીના દેવલી વિધાનસભાના ધારાસભ્ય પ્રકાશ ઝારવાલ પર એક મહિલાએ આરોપ લગાવ્યો છે કે, તે પાણી માંગવાના મુદ્દે ગ્રેટર કૈલાશ સ્થિત દિલ્લી જલ બોર્ડની ઓફિસે ગઇ હતી. ત્યારે ધારાસભ્યોના સાથીઓએ તેમની સાથે ખરાબ વર્તન કરતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ પ્રકાશ ઝારવાલે તેને ધક્કા મારીને દૂરવ્યવહાર કર્યો હતો. પીડિતા મહિલા પ્રેમ લતા ગિલના જણાવ્યા અનુસાર, આ મામલો 2 જૂનનો છે. પરંતું આ બાબતે અમુક સમય બાદ ઉપરાજ્યપાલ અને દિલ્લી પોલીસનો સંપર્કો કર્યો હતો. પોલીસે તપાસ કરીને આઇપીસીની કલમ 354,506 અને 509 મુજબ કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી છે.