નવી દિલ્લી: આમ આદમી પાર્ટીની મહિલા કાર્યકર્તાની આત્મહત્યાના મામલે પાર્ટીના નરેલાના ધારાસભ્ય શરદ ચૌહાણની સ્પેશ્યલ ઇન્વિટીગેશન ટીમ દ્ધારા ધરપકડ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીની એક મહિલા કાર્યકર્તાએ 19મી જુલાઈના દિવસે ઝેર પીને આત્મહત્યા કરી હતી. આ મહિલાનું નામ સોની હતું અને તેણે આપના બીજા એક ધારાસભ્ય રમેશ ભારદ્વાજ ઉપર જાતીય સતામણીનો આક્ષેપ કર્યો હતો અને પોલીસ સ્ટેશનમાં રમેશ ભારદ્વાજ વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી હતી. આ આત્મહત્યા કેસમાં શરદ ચૌહાણ અને દિલ્લી પોલીસના એક સબ-ઈન્સપેક્ટર સહિત વધુ 7 જણની ધરપકડ થઈ છે.