ગાર્ડ સાથે મારપીટ કરવાના આરોપમાં કેજરીવાલના ધારાસભ્ય સોમનાથ ભારતીની ધરપકડ
abpasmita.in | 22 Sep 2016 03:22 PM (IST)
નવી દિલ્લી: અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થા (એમ્સ) ની મિલકતને નુકશાન પહોંચાડવા અને સુરક્ષા ગાર્ડ સાથે મારપીટ કરવા મામલે દિલ્લીના પૂર્વ કાનૂન મંત્રી અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સોમનાથ ભારતીની પોલીસે ધરપકડ કરી છે. દિલ્લી પોલીસ દ્વારા બુધવારે છેડતીના આરોપસર આપના ધારાસભ્ય અમાનતુલ્લાહની ધરપકડ કરાઈ છે. એમ્સની મુખ્ય સુરક્ષા અધિકારી આર એસ રાવતે સોમનાથ ભારતીની વિરૂધ્ધમાં હોજખાસ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી, ત્યારબાદ દિલ્લી પોલીસે સોમનાથ ભારતીની ધરપકડ કરી છે. સોમનાથ ભારતીએ ટ્વીટ કરી તેની ધરપકડની જાણકારી આપી હતી. તેમણે લખ્યું કે તેની ધરપકડ કરી હોજખાના પોલીસ સ્ટોશનમાં લઈ જવામાં આવ્યા છે