નવી દિલ્લીઃ જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાની ઘૂસણખોરી રોકવાનું નામ લઇ રહી નથી. રાજ્યના બાંદીપુરા જિલ્લામાં ગુરુવારે સવારથી જ સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. આ અથડામણમાં અત્યાર સુધીમાં એક આતંકીને ઠાર મારવામાં આવ્યો છે.
સુરક્ષાદળોનું ઓપરેશન ચાલી રહ્યું છે. આ અગાઉ બુધવારે સૈન્યના સર્ચ ઓપરેશનમાં સરહદપારથી ઘૂસણખોરી કરી રહેલા 10 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા. જોકે આ દરમિયાન ભારતીય સૈન્યનો એક જવાન પણ શહિદ થયો હતો.