નવી દિલ્હી: દિલ્હીના ચાંદની ચોકથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અલ્કા લામ્બાએ પાર્ટીના પ્રવક્તા પદથી બે મહીના માટે સસ્પેંડ કરવામાં આવી છે. અલ્કા પર આરોપ છે કે, તેમને પરિવહન મંત્રી ગોપાલ રાયને પરિવહન મંત્રાલય છોડવાના મુદ્દે પાર્ટી લાઈનને ઓળંગીને નિવેદન આપ્યું હતું.
પાર્ટી સૂત્રોના પ્રમાણે, ગોપાલ રાયના મામલે અલ્કાએ કહ્યું હતું કે, ગોપાલ રાયને એટલા માટે તેમના પદ માટે હટાવવામાં આવ્યા છે કારણ કે તપાસ બરોબર થઈ શકે, જ્યારે પાર્ટી લાઈન હતી ‘ગોપાલ રાયે ખુદ પોતાના સ્વાસ્થ્ય કારણોથી વિભાગ છોડ્યું હતું.’
પાર્ટી સૂત્રોના પ્રમાણે, અલ્કા માટે આ પહેલી વખત નથી, અગાઉ પણ અલ્કાએ પાર્ટી લાઈનથી હટીને પોતાના નિવેદનો આપ્યા છે. આ અવસરે અલ્કા લાંબાએ ટ્વિટ કરીને કહ્યું છે કે, હું પાર્ટીની એક અનુશાસિત કાર્યકર્તા છું અને પાર્ટીના દરેક નિર્ણયનું સમ્માન કરું છું, મારાથી અજાણતા કોઈ ભૂલ થઈ હોય, તો હું દિલથી માફી માંગીશ, જેથી મારા લીધે પાર્ટીની ભ્રષ્ટાચાર સામેની લડાઈને કોઈ નુકસાન ના થાય...