હૈદરાબાદઃ હૈદરાબાદ શહેરમાં સીવેજના પાણીમાં મંગળવારે એક વિશેષ પ્રકારના પોલિયોના વાયરસ મળી આવ્યો હતો. જેને ગંભીરતાથી લેતા તેલંગાણા સરકારે પોલિયો વિરુદ્ધ એક વિશેષ અભિયાન ચલાવવાનો નિર્ણય કર્યો છે. રાજ્યના સ્વસ્થ્ય વિભાગના મંત્રી રાજેશ્વર તિવારીએ જણાવ્યું હતું કે, તેલંગાણા અંબરપેટથી સીવેજના પાણીના નમુનાની જ્યારે લેબમાં તપાસ કરવામાં આવી ત્યારે તેમાથી "વૈક્સીન ડ્રાઇવ્ડ પોલિયો વાયરસ-ટાઇપ ટૂ" પ્રકારનો વાયરસ મળી આવ્યો હતો.


2011માં દેશ પોલિયો મુક્ત જાહેર કરી દેવામાં આવ્યો છે. તેલંગાણામાં અમુક જગ્યાએ સાવચેતીના ભાગ રૂપે તપાસ કરવામાં આવી રહી હતી. ત્યારે રંગારેડ્ડી જિલ્લામાં આ વાયરસ મળી આવ્યા હતા. રંગારેડ્ડી જિલ્લામાં આગામી 20 થી 26 જૂન સુધી સરકારે પોલીયો વિરુદ્ધ વિશેષ અભિયાન ચલાવવાનો નિર્ણય કર્યો છે. અભિયાન 6 અઠવાડીયાથી ત્રણ વર્ષના બાળકો માટે ચલાવામાં આવશે.