નવી દિલ્હીઃ ભારતની કોરોના વાયરસ ટ્રેકિંગ મોબાઈલ એપ 'આરોગ્ય સેતુ' પર છેલ્લા અનેક દિવસોથી સવાલ ઉભા થઈ રહ્યા છે. જેને લઈ હવે સરકારનો જવાબ આવ્યો છે. આરોગ્ય સેતુ ટીમે આજે સવારે નિવેદન બહાર પાડીને હ્યું, એપમાં ડેટા સુરક્ષાને નુકસાન અને પરિણામના ઉલ્લંઘનની વાતને ખોટી ગણાવી છે. ટીમે કહ્યું, આ એપ દ્વારા યૂઝરની ગોપનીયતાનું ઉલ્લંઘન થતું નથી.


આરોગ્ય સેતુ તરફથી કહેવામાં આવ્યું કે, એક હેકરે કેટલાક સવાલ ઉઠાવ્યા હતા પરંતુ આરોગ્ય સેતુ એપમાં કોઈ ખામી જણાઈ નથી. અમે સતત ટેસ્ટિંગ અને અમારી સિસ્ટમને અપગ્રેડ કરી રહ્યા છીએ. એક હેકરે આ પહેલા આરોગ્ય સેતુને ટેગ કરીને આ એપથી કરોડો ભારતીય યૂઝર્સની પ્રાઇવેસીને ખતરો હોવાનો દાવો કર્યો હતો.

ગઈકાલે ફ્રેંચ હેકરે આરોગ્ય સેતને લઈ મોટો દાવો કર્યો હતો. ફેંચ હેકર રોબર્ટ બેપટિસ્ટે કહ્યું કે, તેમણે એપમાં ખામી શોધી કાઢી છે. એપની સિક્યોરિટીમાં ગડબડી મળી છે. નવ કરોડ ભારતીય યૂઝર્સને પ્રાઈવેસીનો ખતરો છે.શું તમે પ્રાઈવેટમાં કોન્ટેક્ટ કરી શકો છો ? થોડા સમય પહેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને એઆઈએમઆઈએમના ચીફ અસદુદ્દીન ઓવૈસીએ આરોગ્ય સેતુ પર સવાલ ઉઠાવ્યા હતા.


આરોગ્ય સેતુ એપને ગૂગલ પ્લે સ્ટોર અને એપ સ્ટોરથી ફ્રી ડાઉનલોડ કરી શકાય છે. આ એપ 11 ભારતીય ભાષામાં ઉપલબ્ધ છે. ઈન્સ્ટોલ કર્યા બાદ તેને સેટ કરવી એકદમ સરળ છે. લોકેશનને ઓલવેઝ ઓન અને બ્લૂટૂથને પણ ઓપન રાખે છે.

રજિસ્ટ્રેશન પ્રોસેસ માટે તમારા ફોનમાં એક ઓટીપી મોકલવામાં આવશે. જે નાંખ્યા બાદ પર્સનલ ડિટેલ ભરવાની હોય છે. નામ, ઉંમર, ટ્રાવેલ ડીટેલ્સ ઉપરાંત હેલ્થ સાથે સંકળાયેલા કેટલાક સવાલો પૂછવામાં આવે છે. જેનો જવાબ આપ્યા બાદ 20 સેકંડમાં સેલ્ફ અસેસમેન્ટ ટેસ્ટ લઈ શકાય છે.

આ એપમાં સેલ્ફ ટેસ્ટના ઓપશન દ્વારા હેલ્થ ઈન્ફોર્મેશન માંગવામાં આવશે. જે માહિતીભર્યા બાદ એપ તમને કોરોનાના લક્ષણ છે કે નહી તે બતાવશે. જો કોરોના લક્ષણ હોય તો એપ સરકારની પાસે તમારો ડેટા મોકલે છે. જે બાદ હેલ્થ મિનિસ્ટ્રી તરફથી આઈસોલેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

આરોગ્ય સેતુ એપ યૂઝર્સ જો કોઈ કોરોના સંક્રમિત લોકો પાસેથી પસાર થાય કે કોરોના લક્ષણ ધરાવતો વ્યક્તિ તમારી આસપાસ હોય તો તેની જાણકારી પણ નોટિફિકેશન દ્વારા મોકલશે.