નવી દિલ્લી: કેબિનેટે સરોગેસી નિયમન કાયદાને મંજૂરી આપી દીધી છે. વિદેશ મંત્રી સુષમા સ્વરાજે કહ્યું કે સરોગેસી બિલ એટલા માટે લાવવામાં આવ્યું છે કારણ કે ભારત લોકોના સરોગેસી હબ બની ગયું છે અને અનૈતિક સરોગેસીની ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે. તેમને કહ્યું કે માત્ર ભારતીય નાગરિકોને સરોગેસીનો અધિકાર હશે, આ અધિકાર NRI અને ઓસીઆઈ હોલ્ડરની પાસે નહીં હોય.


સુષમા સ્વરાજે જાણકારી આપી હતી કે, કેંદ્ર પર નેશનલ સરોગેસી બોર્ડ, રાજ્ય અને કેંદ્ર શાસિત પ્રદેશ સ્તર સુધી સ્ટેટ સરોગેસી બોર્ડની રચના કરવામાં આવશે. બિલ કોમર્શિયલ સરોગેસી પર રોક લગાવતા અને નિ:સંતાન દંપતીને નીતિપરક સરોગેસીની મંજૂરી આપવા માટે લાવવામાં આવ્યું છે.

વિદેશ મંત્રીએ કહ્યું કે મોટા સિતારા જેમને બે બાળકો નથી, પરંતુ એક પુત્ર અને પુત્રી છે. તે પણ સરોગેસીનો સહારો લે છે. સિંગલ પેરેટ્સ, હોમોસેક્સુઅલ કપલ, લિવ-ઈનમાં રહેનાર લોકોને સરોગેસીની મંજૂરી આપવામાં આવશે નહીં.

જાણો શું કહ્યું સુષમા સ્વરાજે:

1. નેશનલ સરોગેસી બોર્ડ બનાવવામાં આવશે.
2. સ્વાસ્થ્ય મંત્રીની અધ્યક્ષતામાં બનશે બોર્ડ.
3. સરોગેસી બોર્ડમાં બે સાંસદ હશે.
4. ગરીબ મહિલાઓની કૂખ ભાડે લેવા બદલ ગુનો નોંધાશે.
5. સરોગેસી માત્ર નિસંતાન દંપતિઓ માટે.
6. હવે સરોગેસીને વ્યવસાયિક ઉપયોગ પર બેન લગાવવામાં આવ્યો.
7. જે બિલ કેબિનેટે પાસ કર્યું છે તેનાથી અનૈતિક ઉપયોગ કરવા બદલ રોક લાગશે.
8. શોક માટે ન કરો ઉપયોગ.
9. સરોગેસી બિલ પર મોદી સરકારે ઈચ્છા શક્તિ દેખાડી છે.