જમ્મુ: જમ્મુમાં વૈષ્ણોદેવી ભવનના ગેટ નંબર ત્રણ પાસે મોટી દુર્ઘટના થઈ છે. અહીં ગેટ પાસે મોટી ખડક ટ્રેક પર ધસી પડી છે. આ ખડક નીચે ઘણા લોકો દબાયા હોવાની શંકા છે. અહેવાલ છે કે આ દુર્ઘટનામાં સીઆરપીએફના એક જવાનનું મૃત્યુ થયું છે.
જણાવી દઈએ કે આ દુર્ઘટના ખડક ધસી જવાના કારણે લીધી છે. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. સુરક્ષાને પગલે યાત્રા રોકવામાં આવી છે. વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડે ભેખડ નીચેથી બહાર આવી રહેલા લોકોને પ્રાથમિક સારવાર પહોંચાડવાના પ્રયત્નો શરૂ કરી દીધા છે. હાલ ભેખડને કાપવામાં આવી રહી છે. જો કે કેટલા લોકો ભેખડ નીચે દબાયા છે તેના આંકડાની જાણકારી મળી નથી.
આ પહેલા 6 ઓગસ્ટના રોજ પણ વૈષ્ણોદેવી ગુફા મંદિરના માર્ગમાં ભારે વરસાદને કારણે ભેખડ ધસી હોવાને કારણે ચાર લોકોના મોત થયા હતા.