ABP Cvoter Exit Poll Live:  હિમાચલ પ્રદેશની રાજનીતિમાં એક મોટો રિવાજ છે કે હિમાચલ પ્રદેશમાં કોઈપણ પક્ષે સતત સરકાર બનાવી નથી. તેથી જ એવું માનવામાં આવે છે કે આ વખતે પણ કંઈક આવું જ જોવા મળી શકે છે, પરંતુ ભાજપના નેતાઓ હિમાચલમાં મિશન રિપીટ કરવાનો દાવો કરે છે.


Himachal Exit Polls Result 2022:હિમાચલ પ્રદેશમાં કોને કેટલા ટકા મત મળવાનું અનુમાન


હિમાચલ પ્રદેશમાં કુલ 68 સીટો છે. એબીપી સી-વોટરના એક્ઝિટ પોલ અનુસાર, અહીં ભાજપને 45%, કોંગ્રેસને 41%, AAPને 2% અને અન્યને 12% વોટ શેર મળી રહ્યા છે. 


Himachal Exit Polls Result 2022: હિમાચલ પ્રદેશના એક્ઝિટ પોલમાં ભાજપની જીત


હિમાચલ પ્રદેશમાં કુલ 68 સીટો છે. એબીપી સી-વોટરના એક્ઝિટ પોલ અનુસાર, ભાજપને 33-41, કોંગ્રેસને 24-32, AAPને 0 અને અન્યને 0-4 બેઠકો મળવાની ધારણા છે. 


હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે  કાંટે કી ટક્કર  જોવા મળી રહી છે. એક્ઝિટ પોલમાં કોંગ્રેસને 33 બેઠકો મળવાની શક્યતા કરવામાં આવી છે અને ભાજપના ખાતામાં 25-30 બેઠકો આવવાની સંભાવના છે.



હિમાચલમાં કોંગ્રેસને 44 ટકા વોટ મળવાની આશા 


હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલમાં કોંગ્રેસને 44 ટકા વોટ મળવાની આશા છે. આ સાથે ભાજપ વોટ શેરમાં કોંગ્રેસથી ખૂબ પાછળ છે. 





ABP-CVoter Exit Poll: ગુજરાતમાં ફરી બનશે ભાજપ સરકાર, જાણો એક્ઝિટ પોલમાં કેટલી મળી સીટ


એબીપી સી વોટર ઓપિનિયન પોલમાં સામે આવેલા આંકડા અનુસાર 182માંથી બીજેપીને  134 સીટો મળી શકે છે. જ્યારે કોંગ્રેસને 37 સીટો મળે તેવા એંધાણ છે. તો બીજી તરફ આમ આદમી પાર્ટીને 7 સીટો મળવાનો અંદાજ છે.


કોંગ્રેસને કેટલી બેઠકનું થશે નુકસાન


 


એક્ઝિટ પોલના તારણ મુજબ ગુજરાતની 182 પૈકી અન્યને 4 બેઠક મળવાનું અનુમાન છે. ગુજરાતમાં ભાજપને 35 બેઠકનો ફાયદો થવાનું અનુમાન છે, જ્યારે ગુજરાતમાં કોંગ્રેસને 40 બેઠકોનું નુકસાન થવાનું અનુમાન છે.


ઉત્તર ગુજરાતનો એક્ઝિટ પોલ


એક્ઝિટ પોલના તારણ મુજબ ઉત્તર ગુજરાતની 32 પૈકી ભાજપને 23 બેઠક મળવાનો અંદાજ છે, જ્યારે કોંગ્રેસને 8 અને અન્યને એક બેઠક મળી શકે છે. એક્ઝિટ પોલ મુજબ અબીં આમ આદમી પાર્ટીને એક પણ બેઠક નથી મળતી. ઉત્તર ગુજરતામાં ભાજપને 9 બેઠકનો ફાયદો  અને કોંગ્રેસને 9 બેઠકનું નુકસાન થવાનો અંદાજ છે.