નવી દિલ્હી:  પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ શુક્રવારે (10 મે) લોકસભા ચૂંટણીના પ્રચાર માટે ઓરિસ્સા પહોંચ્યા હતા. અહીં પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ એબીપી ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી અને ઘણા મુદ્દાઓ પર વાતચીત કરી હતી. આ દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે,  આ વખતે ઓરિસ્સા લોકોમાં ઘણો ઉત્સાહ અને ચમક છે. પીએમ મોદીએ કહ્યું કે આ પ્રકારનો જુસ્સો અને ઉત્સાહ ભાગ્યે જ જોવા મળ્યો છે. તેમણે કહ્યું કે ભાષાની સમસ્યા હોવા છતાં દિલનું કનેક્શન પૂરી રીતે છે, આ ઓરિસ્સા માટે એક ટર્નિંગ પોઈન્ટ છે.


તેમણે કહ્યું કે પશ્ચિમ બંગાળ એક સમયે આર્થિક રાજધાની હતું. બંગાળની ક્ષમતા, યુવાનો પર આજે પણ ભરોસો છે પરંતુ ખોટા નેતૃત્વના કારણે કોંગ્રેસે 50 વર્ષમાં તેને બરબાદ કરી નાખ્યું છે.   ટીએમસી સંસદમાં જે મુદ્દાઓપર પેપર ઉછાળતી હતી તે મુદ્દાઓ આજે સરેન્ડર થઈ ગયા છે. આ વખતે લોકસભામાં પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સામાં ક્લીન સ્વીપ કરશું. 






પીએમ મોદીએ તપાસ એજન્સીઓના દરોડા અંગે વાત કરતા કહ્યું કે ED દ્વારા નોંધાયેલા તમામ કેસમાંથી 3 ટકા રાજકીય લોકોના છે. નોટોના ઢગલા સામે આવી રહ્યા છે. બેંક મશીનો  નોટો ગણીને થાકી જાય છે. અંદાજે  સવા  લાખ કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. પૈસા ક્યાંથી આવ્યા ? ઘણી બાબતો પર બોલવા ઉપરાંત તેમણે EDની કાર્યવાહી પર કહ્યું કે જે પૈસા નિકળી રહ્યા છે તે નિર્દોષ લોકોના છે શું. 


પ્રધાનમંત્રીએ કૉંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે કે કૉંગ્રેસ સંવિધાનની પીઠમાં છરો મારી રહી છે. અમે અનામત માટે પ્રતિબદ્ધ છીએ. જ્યાં સુધી મોદી જીવિત છે ઓબીસી, એસસી-એસટી અનામતમાં ધર્મના આધારે  એક અંશ પણ ઘટાડશે નહીં. લોકોનું ભરપૂર સમર્થન મળી રહ્યું છે,મોદી વિશે લોકોને નથી ખબર પરંતુ મહિલાઓ કહે છે કે તેમનો પુત્ર દિલ્હીમાં બેઠો છે. આ અમારા માટે રક્ષા કવચ છે. 4 જૂને હિંદુસ્તાનના ઈતિહાસમાં ભાજપ અને એનડીએની જંગી જીત થશે.