ABP Ideas Of India, Day 2: એબીપી નેટવર્કના આઈડિયાઝ ઓફ ઈન્ડિયાની પ્રથમ આવૃત્તિ ગઈકાલે શુક્રવારે મુંબઈમાં શરૂ થઈ. પ્રથમ દિવસે કૈલાશ સત્યાર્થી, ગૌર ગોપાલ દાસ, સોનમ વાંગચુક, એન.આર નારાયણ મૂર્તિ, નીતિન ગડકરી, તાપસી પન્નુ, વિદ્યા બાલન, કપિલ દેવ, લિએન્ડર પેસ અને અન્ય ઘણા લોકોએ તેમની દૃષ્ટિએ ભારતના ભૂતકાળ અને ભારતના ભવિષ્ય વિશે તેમના વિચારો અને દ્રષ્ટિકોણ રજુ કર્યા હતા.
આજે શનિવારે 'વાઇલ્ડસ્ટોન પ્રેઝન્ટ્સ એબીપી આઇડિયાઝ ઑફ ઇન્ડિયા'માં નવા મહેમાનો સાથે ચર્ચા ચાલુ રહેશે. બીજા દિવસના તમામ મહાનુભાવોના વિચારો લાઈવ જોવા માટે ABPLiveની મુલાકાત લો.
ABP Ideas of India Day Two
સવારે 10.00 થી 10.45: પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડૉ. શશિ થરૂર "કાયદો, સ્વતંત્રતા અને લોકશાહીની મર્યાદાઓ: કાર્યકારી અરાજકતા અથવા વાટાઘાટો ના કરી શકાય તેવી લોકશાહી" વિશે ચર્ચા કરશે. આ ચર્ચા વરીષ્ઠ પત્રકાર વીર સંઘવીની અધ્યક્ષતામાં યોજાયાશે
સવારે 10.45 થી 11.30: લેખક અને શિક્ષણશાસ્ત્રી પ્રો. મકરંદ આર પરાંજપે અને લેખક અને સામાજિક-રાજકીય કાર્યકર સુધીન્દ્ર કુલકર્ણી, "ભારતનો ઈતિહાસ: પરિવર્તન કે સાતત્ય?" વિષય પર ચર્ચા કરશે.
સવારે 11.30 થી બપોરે 12.00 વાગ્યા સુધી: છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ "ખેડૂત શક્તિ: સપનાનું ક્ષેત્ર" વિષય પર મુખ્ય વક્તવ્ય આપશે.
બપોરે 12.00 થી 12.45 વાગ્યા સુધી: આદિત્ય બિરલા એજ્યુકેશન ટ્રસ્ટના સ્થાપક અને અધ્યક્ષ નીરજા બિરલા ગુલ પનાગ સાથે "લર્નિંગ ટુ સ્પીક અપ: બ્રેકિંગ ધ સાયલન્સ" વિષય પર વાર્તાલાપ કરશે.
12.45 થી 01.15 વાગ્યા સુધી: રિતેશ અગ્રવાલ, સ્થાપક અને ગ્રુપ CEO, OYO, લેખક ચેતન ભગત સાથે "ટાઉન, બિગ ડ્રીમ્સ: વ્હાય એન્ટરપ્રેન્યોરશિપ મેટર" વિષય પર વાતચીત કરશે.
2.00 PM થી 02.45 PM: સાંસ્કૃતિક પુનરુત્થાન વિષય પર ચર્ચામાં ફિલ્મ નિર્દેશક, પટકથા લેખક અને સિનેમેટોગ્રાફર કબીર ખાન, નિર્માતા અને દિગ્દર્શક આનંદ એલ રાય અને ફિલ્મ દિગ્દર્શક નાગેશ કુકુનૂર હાજરી આપશે. સત્રની અધ્યક્ષતા એબીપીના શોભના યાદવ કરશે અને થીમ હશે "ડિગિંગ ડીપરઃ ટેલિંગ ઈન્ડિયાઝ સ્ટોરીઝ".
02.45 PM થી 03.30 PM: "ફ્રીડમ્સ ચિલ્ડ્રન: રિમેમ્બરિંગ ધ કન્ટ્રી ધે ગ્રો અપ ઇન" વિષય પર ઉષા ઉથુપ, ડૉ. એલ. સુબ્રમણ્યમ અને રમેશ સિપ્પી વીર સંઘવીની અધ્યક્ષતામાં યોજાનાર સેશનમાં વાતચીત કરશે.
03.30 PM થી 04.00 PM: ફિલ્મ નિર્માતા કરણ જોહર "ધ રાઇઝ ઓફ ધ સાઉથ: લેસન્સ ફોર બોલિવૂડ" વિષય પર તેમના મંતવ્યો આપશે.
04.00 PM થી 04.45 PM: ઇન્દિરા જયસિંગ, વરિષ્ઠ વકીલ અને જાણીતા માનવાધિકાર વકીલ, અને પિંકી આનંદ, વરિષ્ઠ વકીલ અને ભારતના ભૂતપૂર્વ એડિશનલ સોલિસિટર જનરલ ન્યાયિક સ્વાયત્તતા પર "ફ્રીડમ એન્ડ ઇન્સ્ટિટ્યુશન્સ: ધ સ્ટ્રોંગેસ્ટ લિન્ક ઇન ધ ડેમોક્રેટિક ચેઇન" થીમ હેઠળ વાર્તાલાપ કરશે. ગુલ પનાગ સત્રની અધ્યક્ષતા કરશે.
05.00 PM થી 05.30 PM: "સોંગ્સ ફ્રોમ ધ નોર્થ-ઈસ્ટ: ફ્રોમ માર્જિન્સ ટુ મેઈનસ્ટ્રીમ" પરના વિશેષ સત્રમાં સિંગર પાપોન એબીપીના રોમાના ઈસર ખાન સાથે તેમના વિચારો શેર કરશે.
05.30 PM સાંજે 06.00 PM: અન્ય વિશેષ સત્ર "સંગીત અને ગીતો: પંજાબનું પેચવર્ક" જસલીન રોયલ અને સંગીતકાર શગુન શર્મા વાર્તાલાપ કરશે.
સાંજે 06.00 થી 06.45 વાગ્યા સુધી: ભારતના આયોજન પંચના ભૂતપૂર્વ ઉપાધ્યક્ષ મોન્ટેક સિંહ આહલુવાલિયા અને નીતિ આયોગના ઉપાધ્યક્ષ ડૉ. રાજીવ કુમાર "ધ $5 ટ્રિલિયન ઇકોનોમી: રેટરિક કે રિયાલિટી?" વિષય પર ચર્ચા કરશે.
06.45 PM થી 07.30 PM: નવાઝુદ્દીન સિદ્દીકી "ધ OTT બૂમ: ધ એક્ટર એઝ સ્ટાર" માં સુમિત અવસ્થી સાથે પોતાના વિચાર રજુ કરશે.
07.30 PM 08.00 PM: હરીશ સાલ્વે, વરિષ્ઠ વકીલ અને ભારતના ભૂતપૂર્વ સોલિસિટર જનરલ, શંકર ઐયર સાથે "ન્યાયતંત્ર અને કાર્યપાલિકા: શાસન માટેનો કાર્યસૂચિ" વિષય પર ચર્ચા કરશે.
08.00 PM થી 09.00 PM: ભારતીય-અમેરિકન પત્રકાર, રાજકીય વિવેચક, લેખક અને CNN ના હોસ્ટ ફરીદ ઝકરિયા, "India@75: The Road Ahead" પર મુખ્ય વક્તવ્ય આપશે.
09.00 PM થી 09.05 PM: ABP નેટવર્કના CEO અવિનાશ પાંડે દ્વારા આભાર ભાષણ આપવામાં આવશે.
09.05 PM થી 09.50 PM: સુમિત અવસ્થી સાથે વાતચીતમાં આમિર ખાન "નવી શરૂઆત: મનોરંજનની પુનરચના" વિષય પર વાત કરશે.