નવી દિલ્લીઃ એબીપી ન્યૂઝ પર 5 નવેંબરથી નવો શો મહાકવિ શરૂ થઇ રહ્યો છે. આ શોને યુવા કવિ કુમાર વિશ્વાસ દ્વારા સંચાલન કરવામાં આવશે. કવિતા શબ્દો અને સંયોગથી નથી બનતી. પરંતુ શબ્દોની જાળ જે યથાર્થ પર ફેકવમાં આવે છે તેનાથી બને છે. શબ્દોને જોવા હોય તો પાશની નજરે જુઓ. પાશની નજરમાં 'શબ્દ જે રાજાઓના દરબારમાં નાચે છે. જે પ્રેમિકાની નાભીનું ક્ષેત્રફળ માપે છે. જે મેજ પર ટેનિસ બૉલની જેમ દોડે છે ' આજે આ ચર્ચા એટલા માટે કરીએ છીએ કેમ કે, 5 નંવેંબરથી એપીબી ન્યૂઝ 'મહાકવિ' શો લાવી રહ્યું છે.
જ્યારે હિંદી કવિતા પત્રિકાઓ અને અમુક વર્ગો પૂરતી સિમિત રહી ગઇ હતી. ત્યારે તે સમયે કુમાર વિશ્વાસ યુવાઓને આકર્ષવા લાગ્યા હતા. કુમાર વિશ્વાસે કવિતાને યુવાઓ સુધી પહોંચાડી છે. તો એબીપી ન્યૂઝના શો 'મહાકવી' દ્વારા મહાકવિઓ વિશેની વાત કરશે, જે ફક્ત પાઠ્ય પુસ્તકો સુધી સિમિત રહી ગઇ છે તેને નવી પૈઢી સુધી પહોચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.