નવી દિલ્લીઃ વન રેંક વન પેંસનને લઇને સુસાઇડ કરનાર પૂર્વ સૈનિક રામ કિશન ગ્રેવાલની અંતિમ સંસ્કાર આજે હરિયાણાના ભિવાનીમાં રાજકીય સમ્માન સાથે કરવામાં આવ્યું હતું. સૈનિકની અંતિમ યાત્રામાં મોટા રાજકીય નેતાઓ ઉસ્થિત રહ્યા છે. કૉંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી, પૂર્વ મુખ્યમંત્રી ભૂપેંદ્ર સિહ હુડ્ડા અને રણદીપ સુરજેવાલા સહિત ઘણા નેતા ઉપસ્થિત રહ્યા હતા.


OROP ની માંગ સાથે રામલીલા મેદનમાં ધરણા કરી રહેલા પૂર્વ સૈનિક રામકિશન ગ્રેવાલે આત્મહત્યા કરી લીધી હતી. તેની આત્મહત્યા બાદ દિલ્લીના રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. દિલ્લીમાં મૃતકના પરિવારને મળવા માટે રાહુલ ગાંધી પહોંચ્યા હતા જ્યાં તેમની બે વાર અટકાયત કરવામાં આવી હતી. તેમજ આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ  તેમની મુલાકાતે જતા અટકાયત કરવમાં આવી હતી.

રામકિશન ગ્રેવાલ દિલ્લીમાં રક્ષા મંત્રીને અરજી આપવ ગયા હતા. પરંતુ ત્યાં જઇને તેમણે ઝેર પી લીધુ હતું. ઝેર પીધા બાદ રામકિશને પોતાના દિકારા પ્રદીપ સાથે ફોન પર વાત કરી હતી. આ વાતચીત તેના ફોનમાં રેકોર્ડ થઇ ગયો હતો.

રિટાર્ડ સુબેદાર રામકિશન ગ્રેવાલ રક્ષામંત્રીને આપવાની અરજી પર જ સુસાઇડ નોટ લખી હતી. રામકિશને તેમા પેંશન અને ભથ્થુ વધારવાની માંગ કરી હતી. આ મામલે સરકારે સૈનિકની આત્મહત્યા બર સવાલ ઉઠાવ્યો છે. સરકારના સૂત્રોનું કહેવુ છે કે,

રામ કિશનને પેંશન મળવામાં વાર લાગી કેમ કે બેંકના હિસાબમાં ભૂલ થઇ હતી. તેમને પોતાના બીજા સાથિયોન જેમ પૂર્વ સૈનિક વેલફેર સેલનો સંપર્ક કરવો જોઇએ હતો. તેમના મામલાને પણ બીજા મામલાની જેમ જ ઉકેલ લાવી આપવામાં આવ્યો હતો જો તેમણે મંત્રાલયનો સંપર્ક કર્યો હતો તો. 31 ઓક્ટોબરે લખવામાં આવેલા સુસાઇડ નોટ અને 1 તારીખે તેમની આત્મહત્યા ઘણા સવાલ ઉભા કરે છે. આની મામલાની તપાસ થવી જોઇએ કે જ્યારે રામ કિશને આ પગલુ ભર્યું ત્યારે તેની સાથે કોણ હાજર હતું.? તેને ઝહર ક્યાંથી મળ્યું.? અને શું તેને કોઇએ આત્મહત્યા કરવા માટે પ્રરણા આપી છે.? રામ કિશન દ્વારા મંત્રાલયને મળવા માટે કોઇ જ વિનંતી કવરામાં નથી આવી. અને તેના લેટરથી પમ કોઇ એવી વાત નથી લાગી રહી. ઓઆરઓપી મુજબ સૈનામાં કોઇ પણ જવાનને ત્યારે જ OROP નો ભાલ મળે છે જ્યારે તેણે સેનામાં કેમ કમ 15 વર્ષની સર્વિસ આપી હોય. રામ કિશને