નવી દિલ્લી: એંટ્રી કરપ્શન બ્યૂરોએ દિલ્લી મહિલા આયોગની અધ્યક્ષ સ્વાતિ માલીવાલને પુછપરછ માટે નોટિસ જાહેર કરી છે. સૂત્રોનું માનીએ તો સ્વાતિ સાથે પુછપરછ તેની જ ઓફિસમાં 19 સપ્ટેમ્બરે સવારે 11 વાગે થશે. આ મામલો ઓફિસમાં જરૂરતથી વધારે સ્ટાફ રાખવાનો છે. આ મામલામાં દિલ્લી મહિલા આયોગની પૂર્વ અધ્યક્ષ બરખા સિંહે એક આરટીઆઈનો ઉલ્લેખ કરીને એસીબીમાં ફરિયાદ કરી હતી. બરખાએ ફરિયાદ કરી હતી કે, મહિલા આયોગમાં 85 લોકોનો ખોટી રીતે રાખવામાં આવ્યા છે અને તેમાં 90 ટકા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે. તેના પહેલા એસીબી મહિલા આયોગની ઓફિસમાં પણ તપાસ અને પુછપરછ કરી ચૂકી છે.