મુંબઈ એરપોર્ટ પર એક મોટો અકસ્માત ટળી ગયો છે.  મુંબઈ એરપોર્ટ પર  ફ્લાઇટને પુશબેક આપનાર ટ્રેક્ટરમાં અચાનક  આગ લાગી ગઈ હતી.  આ ઘટનામાં સદનસીબે તાબડતોબ આગને બુઝાવી દેવાઈ છે. ટ્રેક્ટર સળગતું હતું ત્યારે બાજુના વિમાનમાં પ્રવાસીઓ બેઠા હતા. 



એર ઇન્ડિયાની ફ્લાઇટ એઆઈસી-647ને ગતિ આપવા માટે લવાયેલા ટ્રેક્ટરમાં અચાનક આગ ફાટી નીકળતા તંત્ર અને પ્રવાસીઓમાં ગભરાટ ફેલાયો હતો. જેવું ટ્રેક્ટર ફ્લાઈટને પુશ કરવા ગયું કે તરત તેમાં આગ લાગી હતી. સળગી રહેલું ટ્રેક્ટર બરાબર ફ્લાઈટની સામે જ હતું એટલે જો જરા પણ મોડું થયું હોત તો ફ્લાઈટના પ્રવાસીઓ પર તેની અસર પડી હોત પરંતુ સમસર આગ પર કાબૂ મેળવી લેવામાં આવતા મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. 


મુંબઈ એરપોર્ટના પીઆરઓએ જણાવ્યું હતું કે  "મુંબઈ-જામનગર ફ્લાઈટમાં 85 મુસાફરો સવાર હતા. આગ 10 મિનિટમાં કાબૂમાં આવી ગઈ હતી. કોઈ વ્યક્તિને કોઈ નુકસાન થયું નથી.


દેશમાં ઓમિક્રોનના કેસમાં વધારો, છેલ્લા 24 કલાકમાં 4033 કેસ નોંધાયા


ભારતમાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોન વેરિઅન્ટના કેસે જોર પકડ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં નવા વેરિઅન્ટ ઓમિક્રોનથી કોરોના સંક્રમિત 4033 કેસ નોંધાયા છે.


 તો  1552 લોકો આ રોગથી સાજા પણ થયા છે. યાદી અનુસાર, હાલમાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાંથી આવી રહ્યા છે. રિપોર્ટ અનુસાર મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1216 કેસ નોંધાયા છે. તો , સૂચિ અનુસાર, રાજસ્થાનમાં બીજા સ્થાને છે  જ્યાં . રાજસ્થાનમાં છેલ્લા 24 કલાકમાં 529 કેસ નોંધાયા છે. તો  રાજધાની દિલ્લીમાં ઓમિક્રોનના 513 કેસ હતા અને આ સૂચિ અનુસાર,તે ઓમિક્રોન સંક્રમિત  ત્રીજી સૌથી વધુ સંખ્યા ધરાવતું રાજ્ય બની ગયું છે.


 દેશમાં કોરોનાની ત્રીજી લહેર વચ્ચે તેની ઝડપ બેકાબૂ બની ગઈ છે. કોરોના વાયરસના છેલ્લા 24 કલાક દરમિયાન 1 લાખ 79 હજાર 729 નવા કેસ નોંધાયા છે જ્યારે 146 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ પછી દેશમાં કોરોનાના કુલ કેસ વધીને 3 કરોડ 57 લાખ 7 હજાર 727 થઈ ગયા છે. જ્યારે, આ રોગચાળાને કારણે અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 4 લાખ 83 હજાર 936 થઈ ગયો છે.કોરોનાના નવા કેસ બાદ હવે સક્રિય કેસની સંખ્યા વધીને 7 લાખ 23 હજાર 619 થઈ ગઈ છે. જો કે, અત્યાર સુધીમાં 3 કરોડ 45 લાખ 172 લોકો કોરોના રોગચાળામાંથી સાજા થયા છે.


ઓમિક્રોનના વધતા જોખમ અને કોરોનાની બેકાબૂ ગતિ વચ્ચે રસીકરણ અભિયાન જોરશોરથી ચલાવવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં 151 કરોડ રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. રવિવારે દેશમાં કુલ 13 લાખ 52 હજાર 717 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. એટલે કે ગઈકાલ સુધીમાં 69 કરોડ 15 લાખ 75 હજાર 352 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.