COVID-19 Peak Delhi Mumbai: ભારતમાં કોરોનાએ ફરી એકવાર રફતાર પકડવાની શરૂ કરી દીધી છે. કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યા છે. આવામાં સવાલ થાય કે કોરોનાની ત્રીજી લહેર પીક પર ક્યારે આવશે અને દરરોજના કેટલા કેસો નોંધાશે. હવે આવા સવાલોનો એક્સપર્ટે જવાબ આપ્યો છે. 


આઇઆઇટી કાનપુરના પ્રૉફેસર મહિન્દ્રા અગ્રવાલે આના પર જવાબ આપ્યો છે. મહિન્દ્રા અગ્રવાલનુ માનીએ તો દિલ્હી અને મુંબઇ જેવા શહેરોમાં આ મહિના એટલે કે જાન્યુઆરીમાં કોરોનાની પીક આવી શકે છે. તેમના અનુસાર, જાન્યુઆરીની વચ્ચે આ શહેરોમાં 50થી લઇને 60 હજાર કોરોના કેસો દરરોજ નોંધાઇ શકે છે. 


મહિન્દ્રા અગ્રવાલે વધુમાં કહ્યું કે, આ મહિનાના અંત સુધીમાં કોરોનાની બીજી લહેરથી વધુ કેસો સામે આવી શકે છે. જોકે, માર્ચ આવવા સુધી આ પીક પુરેપુરી રીતે ખતમ થઇ શકે છે.


મહિન્દ્રા અગ્રવાલે જણાવ્યુ કે, સરકાર તરફથી બતાવવામાં આવેલા સુત્ર મૉડલનો ભાગ છે, જે વાયરસના ફેલાવવા અને ઓછુ થવાનુ અનુમાન લગાવે છે. આ મૉડલ કહે છે કે, જે સ્પીડથી કોરોનાના કેસો વધે છે, ઠીક તે જ રીતે ઓછા પણ થાય છે. 


 


આ પણ વાંચો...........


Sovereign Gold Bond: આજથી સસ્તું સોનું ખરીદવાની સુવર્ણ તક, અહીં સંપૂર્ણ માહિતી મેળવો અને ફાયદો ઉઠાવો


NEET Counselling: મેડિકલ વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર, NEET PG કાઉન્સેલિંગ આ દિવસથી થશે શરૂ


Indian Railways RRB: જો તમે રેલ્વેની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છો, તો આ પુસ્તકોથી મળશે સફળતા


Sanjay Dutt Cancer: સંજય દત્તે જણાવ્યું કેવી રહી કેન્સર સામેની તેની લડાઈ ?


બ્રાઝિલમાં બોટિંગ કરતા લોકો પર અચાનક ધસી પડ્યો ખડક, સાતના મોત, જુઓ કાળજુ કંપાવનારો વીડિયો


કામની વાતઃ આધાર કાર્ડને આ રીતે તમે જોઇ શકો છો ઓનલાઇન, જાણી લો ડાઉનલૉડ કરવાની રીત.........


LPG Cylinder Subsidy Update : મોંઘવારીથી મળશે રાહત, 587 રૂપિયામાં મળશે, એલપીજી સિલેન્ડર, જાણો કેવી રીતે