મુરાદાબાદ હાઇવે પર બસ અને ટ્રક અથડાતા ભયંકર અકસ્માત, 7 લોકોના કમકમાટીભર્યા મૃત્યુ, રોડ પર સર્જયા કરૂણ દ્વશ્યો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 30 Jan 2021 09:56 AM (IST)
મુરાદાબાદ હાઇવે પર બસ અને ટ્રકનો ગમખ્વાર અકસ્માત સર્જોયો છે. અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે. તો 25થી વધુ લોકો ઘાયલ થયા છે.
મુરાદાબાદ હાઇવે પર બસ અને ટ્રકનો ગમખ્વાર અકસ્માત સર્જોયો છે. અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે. તો 25થી વધુ લોકો ઘાયલ થયા છે. મુરાદાબાદ: યુપીના મુરાદાબાદ જિલ્લામાં ભયંકર અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે ત્યારે 25થી વધુ લોકો ઘાયલ છે. મુરાદાબાદ-આગરા હાઇવે પર બસ અને ટ્રક અથડાતા સાત લોકોના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યાં મૃત્યુ થયા હતા. હૃદય કંપાવી દેતો અકસ્માત કુંદરીકી વિસ્તારના હુસેનાપુર પુલ પર થયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. ભારે ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટી જતાં અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક કારણ સામે આવ્યું છે. પોલીસ દ્રારા ઘાયલ લોકોને તાબડતોબ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યાં હતા. પોલીસે વધુ તપાસ હાથ ઘરી છે.