UP Accident: ઉત્તર પ્રદેશના કાસગંજ જિલ્લામાં એક મોટો અકસ્માત થયો છે. આ દુર્ઘટનામાં 15 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. ગ્રામજનો અને પોલીસકર્મીઓ રાહત અને બચાવ કામગીરીમાં લાગેલા છે. મળતી માહિતી મુજબ, શનિવારે સવારે લગભગ 10 વાગ્યે કાસગંજના પટિયાલી દરિયાવગંજ રોડ પર એક અનિયંત્રિત ટ્રેક્ટર ટ્રોલી તળાવમાં પડી ગઈ હતી. ટ્રોલીમાં મુસાફરી કરી રહેલા સાત બાળકો અને આઠ મહિલા શ્રદ્ધાળુઓના મોત થયા છે.  


નજીકના ગ્રામજનો અને પોલીસકર્મીઓ રાહત અને બચાવ કામગીરીમાં લાગી ગયા તા. તળાવમાંથી બચાવાયેલા શ્રદ્ધાળુઓને પટિયાલીના આરોગ્ય કેન્દ્રમાં મોકલવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 15 શ્રદ્ધાળુઓના મોત થયા છે. મૃતકોમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. શ્રદ્ધાળુઓ એટા જિલ્લાના કાહા ગામના હોવાનું કહેવાય છે.


સીએમઓ રાજીવ અગ્રવાલે જણાવ્યું કે આ અકસ્માતમાં 15 લોકોના મોત થયા છે. જેમાં સાત માસૂમ બાળકોનો સમાવેશ થાય છે, જ્યારે આઠ મહિલાઓ છે.