Tax Saving Tips: જો તમે ટેક્સ સેવિંગ માટે લાસ્ટ મિનીટમાં રોકાણ કરવાનો પ્લાન કરી રહ્યાં છો, અને સાથે જ વધુ વ્યાજ પણ મેળવવા માંગો છો, તો તમે ટેક્સ સેવિંગ ફિક્સ્ડ ડિપૉઝિટમાં રોકાણ કરી શકો છો. આ એફડી તમને ટેક્સ સેવિંગની સાથે રિટર્નનો પણ લાભ આપશે. આ રીતે તમે આવકવેરા અધિનિયમ 1961ની કલમ 80C અંતર્ગત છૂટનો દાવો પણ કરી શકો છો. 


ફિક્સ્ડ ડિપૉઝિટ પર ટેક્સનો લાભ પાંચ વર્ષ માટે લૉક ઇન પીરિયડ પર આપવામાં આવે છે. આ અંતર્ગત તમે 1.5 લાખ રૂપિયા સુધીની ટેક્સની બચત કરી શકો છો. હર નાણાંકીય વર્ષ દરમિયાન આમાં રોકાણ કરીને 1.5 લાખ રૂપિયા સુધી બચાવી શકાય છે. અહીં કેટલીક બેન્કો વિશે જાણકારી આપવામાં આવી છે, જે તમને સૌથી વધુ વ્યાજ આપશે. 


ટેક્સ બચાવવા માટે ક્યાં સુધી રોકાણનો મોકો  -
જો તમે આ નાણાંકીય વર્ષમાં ટેક્સની સેવિંગ માટે રોકાણની યોજના બનાવી રહ્યાં છો, તો તમારે 31 માર્ચ સુધી રોકાણ કરવુ પડશે, કેમ કે 1 એપ્રિલથી નવું નાણાંકીય વર્ષ શરૂ થશે. આવામાં તમારે ટેક્સ બચાવવા માટે લાસ્ટ સમયનો ઇન્તજાર ના કરવો જોઇએ. 


આ બેન્ક ટેક્સ સેવિંગ એફડી પર આપી રહી છે સૌથી વધુ વ્યાજ -


એક્સિસ બેન્ક પાંચ વર્ષની એફડી પર 7 ટકા વ્યાજ.
બંધન બેન્ક 5.85 ટકા વ્યાજ આપી રહી છે. 
બેન્ક ઓફ બરોડા ટેક્સ સેવિંગ એફડી પર 6.5 ટકા વ્યાજ આપી રહી છે. 
કેનેરા બેન્ક ટેક્સ સેવિંગ એફડી પર 6.5 ટકા વ્યાજ આપશે.
સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા 6.25 ટકાનું વ્યાજ સેવિંગ એફડી પર આપશે.
ડીસીબી બેન્ક 7.6 ટકા વ્યાજ આપી રહી છે. 
ફેડરલ બેન્ક 6.6 ટકા વ્યાજ આપશે. 
એચડીએફસી બેન્ક ટેક્સ સેવિંગ એફડી પર 7 ટકા વ્યાજ આપશે.
ICICI બેન્ક પણ ટેક્સ સેવિંગ એફડી પર 7 ટકાનું વ્યાજ આપશે. 
પંજાબ નેશનલ બેન્ક 6.5 ટકા વ્યાજ આપશે.
સ્ટેટ બેન્ક 6.5 ટકા વ્યાજ આપશે. 
યશ બેન્ક 7 ટકા વ્યાજ આપી રહી છે. 


 


Stock Market Closing: શેરબજાર માટે શુક્રવાર શુકનવંતો, જાણો કેમ આવી તેજી


Stock Market Closing, 17th March 2023: ભારતીય શેરબજાર માટે સપ્તાહનો અંતિમ કારોબારી દિવસ શાનદાર રહ્યો. સેન્સેક્સ 350થી વધુ પોઈન્ટના વધારા સાથે બંધ રહ્યું.


આજે કેટલો થયો વધારો


ભારતીય શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ 355.06 પોઇન્ટના વધારા સાથે 57,989.90 પર અને નિફ્ટી 114.45 પોઇન્ટના વધારા સાથે  17100.05 પોઇન્ટ પર બંધ રહ્યા. આજના વધારા બાદ રોકાણકારોની સંપત્તિ 257.58  લાખ કરોડ થઈ છે.


કેમ થયો વધારો


સતત બીજા દિવસે બજાર તેજી સાથે બંધ થયું છે. આઈટી-બેંકિંગ શેરોમાં ખરીદીના કારણે સવારથી બજારમાં જોરદાર તેજી જોવા મળી હતી. આ માટે ગ્લોબલ સિગ્નલ પણ જવાબદાર છે.


સેક્ટરોલ અપડેટ


આજના કારોબારમાં બેન્કિંગ, આઈટી, મેટલ્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ જેવા સેક્ટરના શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો જ્યારે મીડિયા, હેલ્થકેર, એફએમસીજી, ઓટો, ફાર્મા સેક્ટરના શેરમાં ઘટાડો નોંધાયો હતો. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ તેજી જોવા મળી હતી. સેન્સેક્સના 30 શેરોમાંથી 21 વધ્યા અને 9 ઘટ્યા. તો નિફ્ટીના 50 શેરોમાંથી 37 શેરો તેજી સાથે અને 13 ઘટાડા સાથે બંધ થયા હતા. નિફ્ટી આઈટી 1.18 ટકા અને નિફ્ટી બેન્ક ઈન્ડેક્સ 1.19 ટકાના વધારા સાથે બંધ થયા છે.