Punjab Elections 2022: પંજાબમાં આગામી વર્ષે વિધાનસભા (Punjab Assembly Elections 2022)ની ચૂંટણી યોજાવવાની છે. આ બધાની વચ્ચે બૉલીવુડના દિગ્ગજ અભિનેતા અને કોરોના કાળમાં લોકોની મદદ કરનારા સોનુ સુદને લઇને એક મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. સોનુ સુદે પંજાબ વિધાનસભાની ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો છે. જોકે, તેની બહેન માલિવિકા સુદ સચ્ચર (Malvika Sood Schchar) ચૂંટણી લડશે. માલવિકા કઇ પાર્ટી અને કઇ બેઠક પરથી ચૂંટણી લડશે, હજુ તેની જાહેરાત થવાની બાકી છે. 


માલવિકાનો ચૂંટણી લડવાના ફેંસલા ફેંસલાની સાથે જ હવે કયાસોનો દોર શરૂ થઇ ગયો છે. કેટલાક દિવસો પહેલા પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અમરિન્દર સિંહની સાથે પણ એક તસવીર વાયરલ થઇ હતી. આ તસવીરમાં માલવિકાની સાથે તેનો અભિનેતા ભાઇ સોનુ સુદ પણ હતો. તાજેતરમાં જ કેપ્ટન અમરિન્દર સિંહે કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દઇને પોતાની નવી પાર્ટી પંજાબ લોક કોંગ્રેસની જાહેરાત કરી છે. 


કોરોનાકાળમાં સોનુ સુદની સાથે માલવિકા આવી હતી ચર્ચામાં-
ઉલ્લેખનીય છે કે, માલવિકાએ કોરોના લૉકડાઉન દરમિયાન ભાઇ સોનુ સુદની સાથે મળીને જન સેવાનુ કામ કર્યુ હતુ. આ વર્ષ જૂનમાં તેને રાજનીતિમાં આવવાના સંકેત આપી દીધા હતા. માલવિકાએ કહ્યું હતુ કે મને રાજકારણમાં આવવાથી કોઇ પરહેજ નથી, પરંતુ હજુ મારે જનસેવાનો વિસ્તાર કરવાનો છે. તે હજુ પણ સોનુ સુદની સાથે પીડિતોની મદદ કરવામાં જોડાયેલી છે. 





માલવિકા સચર વિશે........ 
સોનુ સૂદની બહેન માલવિકા સચર સમાજસેવા કરે છે અને પંજાબના મોગા વિસ્તારમાં તેનું સારું વર્ચસ્વ છે. માલવિકાને પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં મોગા વિધાનસભા બેઠકની ટિકિટ જોઈએ છે. આ બેઠક પર નવજોત સિધ્ધુના ખાસ ગણાતા ડો. હરજીત કમલ સિંહ ધારાસભ્ય છે. તેમને કાપવા કેપ્ટન અમરિન્દરસિંહે માલવિકા સચરને આગળ કર્યાં હતાં પણ સિધ્ધુને વાંધો પડતાં માલવિકાની ટિકિટ પાકી ન હતી. 


તમને જણાવી દઈએ કે આ પહેલા મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે રસીકરણના બ્રાન્ડ એમ્બેસેડરની જાહેરાત કરવા માટે સોનુ સૂદને ચંદીગઢ બોલાવ્યા હતા. તે સમયે સોનુ સૂદે તેની બહેન માલવિકા સૂદ સચરને મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ સાથે પરિચય કરાવ્યો હતો. તે બેઠક બાદ જ શહેરમાં માલવિકા રાજકારણમાં આવવાની અટકળો વધી હતી.