ઉત્તરપ્રદેશના કાનપુર જિલ્લાના ઘાટમપુરના કોતવાલી વિસ્તારના એક ગામમાં પ્રેમ સંબંધનો અનોખો મામલો સામે આવ્યો છે. જેમાં પ્રેમિકા રાતભર પ્રેમીની રાહ જોતી રહી હતી પરંતુ ન આ આવતાં સવારે પોલીસ સ્ટેશન પહોંચી હતી અને ફરિયાદ નોંધાવી હતી. જેને લઈ પ્રેમીની મુશ્કેલી વધી ગઈ છે. હાલ આ મામલો સમગ્ર વિસ્તારમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. કારણકે રાતે જંગલમાં તે એકલી હતી અને કોઈ પણ ઘટના બની શકતી હતી.
બે વર્ષથી હતો પ્રેમસંબંધ
જાણકારી મુજબ, પ્રેમિકા પ્રેમિ સાથે લગ્ન કરવા ઈચ્છતી હતી. યમુના કિનારે સ્થિત એક ગામની યુવતીએ જણાવ્યું કે, બે વર્ષથી તેને ગામના યુવક સાથે પ્રેમ સંબંધ હતો. પ્રેમી બીજા રાજ્યમાં નોકરી કરતો હતો અને દિવાળીના તહેવાર પર ઘરે આવ્યો હતો. આ દરમિયાન બંનેની મુલાકાત થઈ અને લગ્ન કરવાનો ફેંસલો લીધો.
11 નવેમ્બરે રાત્રે 11 કલાકે પ્રેમીએ ફોન કરીને પ્રેમિકાને બોલાવી
પ્રેમીએ 11 નવેમ્બરની રાત્રે 11 કલાકે તેને ફોન કર્યો અને નક્કી કરેલી જગ્યા પર પહોંચવાનું કહ્યું. જે બાદ પ્રેમિકા નક્કી કરેલી જગ્યાએ પહોંચી અને પ્રેમી તેને યમુના કિનારે જંગલમાં લઈ ગયો.
શરીર સુખ માણ્યા બાદ હમણા આવું કહીને પ્રેમી નીકળી ગયો ને....
જંગલમાં તેમણે શરીર સુખ માણ્યું. જે બાદ થોડી વારમાં આવવાનું કહીને જતો રહ્યો અને સવાર પડવા છતાં ન આવ્યો. સવારે 9 વાગ્યા સુધી પ્રેમિકા તેના પ્રેમીની રાહ જોતી રહી. આ દરમિયાન યુવતીને શોધવા માટે તેના સંબંધી જંગલમાં આવ્યા ત્યારે આ અંગેની જાણ થઈ. જે બાદ યુવતીએ તેના પરિવારજનોને આપવીતી સંભળાવી અને તેના પિતા પોલીસ સ્ટેશન પહોંચ્યા અને ફરિયાદ નોંધાવી.
પોલીસ પૂછપરછમાં શું આવ્યું સામે
પોલીસ પૂછપરછમાં યુવતીએ કહ્યું કે તે પ્રેમી સાથે લગ્ન કરવા માંગે છે. ઈન્સ્પેક્ટર રામઔતારે જણાવ્યું, યુવકની શોધખોળ ચાલુ છે. તેણે શા માટે આવું કર્યુ તે યુવક સામે આવ્યા બાદ જ ખબર પડી શકે તેમ છે.