West Bengal News: પશ્ચિમ બંગાળના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યએ આપેલા નિવેદન બાદ વિવાદ ઉભો થયો છે. તેમણે કહ્યું કે, જો તૃણમુલ કોંગ્રેસના નેતા તેમની સામે આરોપ લગાવતાં હોય તો તેના હાથ-પગ તોડી નાંખજો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં ધારાસભ્ય સ્વપ્ન મજૂમદાર એવો પણ વાયદો કર્યો છે કે કોઈપણ સ્થિતિમાં તેઓ પાર્ટીના દુખી કાર્યકર્તાઓ સાથે ઉભા રહેશે. મજૂમદાર બનગાંવ દક્ષિણથી ભારતના ધારાસભ્ય છે.


ભાજપ ધારાસભ્યનો વીડિયો વાયરલ


મજૂમદાર વીડિયોમાં પાર્ટીની એક બેઠકમાં તેમના સમર્થકોને એમ કહેતા જોવા મળી રહ્યા છે કે, જો કોઈ ટીએમસી નેતા આપણા કાર્યકર્તાઓને ખોટા મામલામાં ફસાવે, હેરાન કરે તો તે સુરક્ષિત પરત ફરવો ન જોઈએ. આત્મરક્ષામાં તેના હાથ અને પગ તોડી નાંખજો અને મારી પાસે આવજો. હું વાયદો કરું છું કે તમારી સાથે ઉભો રહીશ.


મજુમદારની કથિત ટિપ્પણી પર પ્રતિક્રિયા આપતાં ટીએમસી નેતા કુનાલ ઘોષે દાવો કર્યો કે, બીજેપી નેતાઓની માનસિકતા તેમની સંસ્કૃતિ બતાવે છે. આ સ્થિતિમાં અમે આવી ભાષા, શબ્દો અને ધમકીની નિંદા કરીએ છીએ. તેઓ તૃણમુલ કોંગ્રેસની લોકપ્રિયતાથી હતાશ થઈને આવી ધમકીઓ આપી રહ્યા છે.


બીજેપી પ્રદેશ અધ્યક્ષ સુકાંત મજુમદારે કહ્યું કે, તેમની પાર્ટી હિંસાની રાજનીતિમાં વિશ્વાસ નથી રાખતી.


આ પણ વાંચોઃ અમદાવાદમાં કોરોનાના કેસ વધતાં પોલીસ સક્રિય, જાણો પોલીસે શું કાર્યવાહી કરી શરૂ  ? પોલીસને શું અપાયો છે ટાર્ગેટ  ?


India Covid-19 Update: કોરોનાને લઈ આવ્યા રાહત સમાચાર, દેશમાં એક્ટિવ કેસ 522 દિવસના નીચલી સપાટીએ પહોંચ્યા