Supreme Court On Adani Hindenburg:  અદાણી-હિંડનબર્ગ કેસમાં સેબીએ તપાસ પૂર્ણ કરવા માટે સુપ્રીમ કોર્ટ પાસે 6 મહિનાનો વધારાનો સમય માંગ્યો છે. સેબીએ કહ્યું હતું કે  ઘણા જટિલ પાસાઓની તપાસ કરવાની છે. અમેરિકા જેવા દેશમાં પણ આ પ્રકારની તપાસ 9 મહિનાથી 5 વર્ષ સુધી ચાલે છે.


આ મામલામાં 2 માર્ચે સુપ્રીમ કોર્ટે કેસની તપાસ માટે નિષ્ણાત સમિતિની રચના કરી હતી. કમિટીને 2 મહિનામાં રિપોર્ટ આપવાનું કહેવામાં આવ્યું હતું. કોર્ટે સેબીને તેની તપાસ ચાલુ રાખવા જણાવ્યું હતું.


નોંધનીય છે કે અમેરિકા સ્થિત શોર્ટ સેલિંગ ફર્મ હિંડનબર્ગ રિસર્ચે 24 જાન્યુઆરીએ અદાણી ગ્રુપ પર એક રિપોર્ટ બહાર પાડ્યો હતો. જેમાં અદાણી ગ્રુપ પર શેરની કિંમતમાં છેડછાડ કરવાના ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા. અદાણી ગ્રુપે આ આરોપોને નકારી કાઢ્યા હતા પરંતુ તેને લઇને ભારે હોબાળો થયો હતો. સુપ્રીમ કોર્ટે સેબીને બે મહિનાની અંદર સ્ટેટસ રિપોર્ટ જમા કરાવવા કહ્યું હતું. તેની સમયમર્યાદા 2 મેના રોજ પૂરી થાય છે. સેબીએ આ તપાસ પૂર્ણ કરવા માટે સુપ્રીમ કોર્ટ પાસે ઓછામાં ઓછા છ મહિનાનો વધુ સમય માંગ્યો છે. શનિવારે માર્કેટ રેગ્યુલેટરે આ અંગે કોર્ટને વિનંતી કરી હતી.


સેબીએ કોર્ટને કહ્યું કે આવા શંકાસ્પદ વ્યવહારોની તપાસ કરવામાં ઓછામાં ઓછા 15 મહિનાનો સમય લાગે છે, પરંતુ તે છ મહિનામાં તેને પૂર્ણ કરવાનો પ્રયાસ કરશે. હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટમાં ઉલ્લેખિત 12 શંકાસ્પદ વ્યવહારો પ્રથમ નજરમાં ખૂબ જટિલ લાગે છે. તેમની ઉંડાણપૂર્વક તપાસ કરવાની જરૂર છે. તેથી સેબીએ સુપ્રીમ કોર્ટને તપાસ માટે ઓછામાં ઓછો છ મહિનાનો વધુ સમય આપવા વિનંતી કરી છે. સુપ્રીમ કોર્ટે માર્ચમાં છ સભ્યોની પેનલની પણ રચના કરી હતી. દેશના ઇન્વેસ્ટર પ્રોટેક્શન ફ્રેમવર્કની તપાસ કરવાનું કહેવામાં આવ્યું હતું. હિંડનબર્ગ રિસર્ચના અહેવાલને કારણે અદાણી ગ્રુપના શેરમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. સુપ્રીમ કોર્ટે આ સંદર્ભમાં એક પીઆઈએલની સુનાવણી દરમિયાન આ સમિતિની રચના કરી હતી.


Job : મંદી અને છટણીના ખરાબ સમયમાં આ કંપની કરશે બંપર ભરતી


Air India : ટાટા ગ્રુપની એરલાઈન એર ઈન્ડિયા આ દિવસોમાં વિસ્તરણ યોજનાઓ પર કામ કરી રહી છે. આ માટે કંપની તેના એરક્રાફ્ટનો કાફલો વધારી રહી છે. એરલાઈન્સ આગામી દિવસોમાં પણ મોટા પાયે ભરતી કરવા જઈ રહી છે. એર ઈન્ડિયાની વિસ્તરણ યોજનાઓને જોતાં હજારો લોકોને નોકરીની તકો મળી શકે છે.


આ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે


એર ઈન્ડિયાએ તાજેતરમાં નવા કર્મચારીઓની ભરતી માટે જાહેરાત બહાર પાડી છે. જાહેરાત અનુસાર, એરલાઇન 1000 થી વધુ પાઇલોટ્સ (એર ઇન્ડિયા પાઇલટ હાયરિંગ)ની ભરતી કરવા જઇ રહી છે. ટાટા ગ્રુપે ગયા વર્ષે જાન્યુઆરીમાં એર ઈન્ડિયાને હસ્તગત કરી હતી. કંપની પાસે પહેલાથી જ 1,800 થી વધુ પાયલોટ છે. કંપની કેપ્ટન અને ટ્રેનર્સ અને અન્ય સ્ટાફને પણ હાયર કરવા જઈ રહી છે