Aditya L1 Mission: ભારતના સન મિશન આદિત્ય એલ1માં લાગેલા પેલોડ સૂટ (SUIT)એ સૂર્યની તસવીરો કેપ્ચર કરી છે. ઈસરોએ શુક્રવારે (8 ડિસેમ્બર) આ માહિતી આપી હતી. ISRO એ પોતાના આધિકારીક X હેન્ડલ પરથી એક પોસ્ટમાં જણાવ્યું કે,  "સ્યુટ પેલોડે  અલ્ટ્રાવાયોલેટ તરંગલંબાઇ પાસે સૂર્યની ફૂલ ડિસ્ક ઈમેજ કેપ્ચર કરી છે. તસવીરોમાં 200થી 400 એનએમ સુધીની તરંગલંબાઇ પર  સૂર્યની પ્રથમ ફૂલ ડિસ્ક રિપ્રેજેન્ટેશન સામેલ છે.  તસવીરો સૂર્યના ફોટોસ્ફિયર અને ક્રોમોસ્ફિયરની જટિલ વિગતો પ્રદાન કરે છે.''





શું છે ISROનું આદિત્ય L1 મિશન ?


ISRO એ સૌર વાયુમંડળનો અભ્યાસ કરવા માટે 2 સપ્ટેમ્બરે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટરમાંથી પોલર સેટેલાઇટ વ્હીકલ (PSLV-C57) દ્વારા આદિત્ય L1 મિશન લોન્ચ કર્યું હતું.



મિશનનો ઉદ્દેશ્ય પૃથ્વીથી લગભગ 1.5 મિલિયન કિલોમીટર દૂર લેગ્રેન્જ પોઈન્ટ  1 (L1) ની પ્રભામંડળ કક્ષામાં  સ્થાપિત કરવાનો છે. લેગ્રેન્જ પોઈન્ટ  અવકાશમાં એવા સ્થાનો છે જ્યાં જ્યારે કોઈ વસ્તુ મૂકવામાં આવે છે ત્યારે તેને લાંબા સમય સુધી ત્યાં રાખી શકાય છે. વૈજ્ઞાનિક જોસેફ લુઈ  લાંગ્રેજ નામ પરથી આ પોઈન્ટનું નામ આપવામાં આવ્યું છે. સૂર્ય, પૃથ્વી અને ચંદ્રની સિસ્ટમમાં આવા પાંચ બિંદુઓ છે. L1 એ એક બિંદુ છે જ્યાંથી સૂર્યનું અવિરત અવલોકન 24 કલાક કરી શકાય છે.


શું છે લેગ્રેન્જ પોઈન્ટ 1?


ચંદ્રયાન-3 દ્વારા ભારતે મેળવેલી સફળતા બાદ, ઈસરોએ સૂર્ય વિશે સંશોધન કરવાનું નક્કી કર્યું હતું. જેના માટે આદિત્ય-L1 મિશન શરૂ કરવામાં આવ્યું હતું. જ્યાં બે મોટા પદાર્થોનું ગુરુત્વાકર્ષણ તેમની વચ્ચે રહેલા નાના પદાર્થને ઝકડી રાખે છે તેને Gms લેગ્રેન્જ પોઈન્ટ વન લોકેશન કહેવામાં આવે છે. વાસ્તવમાં આ જગ્યા પર અવકાશયાનને બહુ ઓછા ઇંધણની જરૂર પડે છે. પૃથ્વી અને સૂર્ય વચ્ચે પાંચ લેગ્રેન્જ પોઈન્ટ (L1 થી L5) છે, જેમાંથી લેગ્રેન્જ પોઈન્ટ 1 ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે અહીંથી કોઈપણ સમસ્યા વિના સૂર્ય પર નજર રાખી શકાય છે.


આદિત્ય L1 મિશન પૃથ્વી-સૂર્યના L1 પોઈન્ટની નજીક 'હેલો ઓર્બિટ'માં ચક્કર લગાવશે. પૃથ્વીથી આ બિંદુનું અંતર લગભગ 15 લાખ કિલોમીટર છે. આ ભારતીય મિશનનો હેતુ સૂર્યના ફોટોસ્ફિયર, ક્રોમોસ્ફિયર અને કોરોના પર નજર રાખવાનો છે, જેથી તેનાથી સંબંધિત મહત્વપૂર્ણ માહિતી પૃથ્વી પર મોકલી શકાય.