ISRO Solar Mission:: ISRO એ શનિવારે (30 સપ્ટેમ્બર) ભારતના સૌર મિશન અંગે મોટી માહિતી શેર કરી છે. ISROએ ટ્વીટ કર્યું કે આદિત્ય-L1 મિશન હેઠળ મોકલવામાં આવેલ અવકાશયાન સફળતાપૂર્વક પૃથ્વીના પ્રભાવ ક્ષેત્રથી બહાર નિકળીને તેણે 9.2 લાખ કિલોમીટરથી વધુનું અંતર કાપી લીધુ છે.


 






આદિત્ય-એલ1 મિશન વિશે માહિતી આપતાં ઈસરોએ કહ્યું કે હવે આ વાહન સન-અર્થ લેગ્રેન્જ પોઈન્ટ 1 (L1) તરફ આગળ વધી રહ્યું છે. ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે આ સતત બીજી વખત છે જ્યારે ISRO કોઈ અંતરીક્ષ યાનને પૃથ્વીની ભ્રમણકક્ષાથી બહાર મોકલવામાં સફળ રહ્યું છે. પહેલીવખત મંગલ ઓર્બિટર મિશન દરમિયાન આમ કરવામાં આવ્યું હતું.


શું છે લેગ્રેન્જ પોઈન્ટ 1?
ચંદ્રયાન-3 દ્વારા ભારતે મેળવેલી સફળતા બાદ, ઈસરોએ સૂર્ય વિશે સંશોધન કરવાનું નક્કી કર્યું હતું. જેના માટે આદિત્ય-L1 મિશન શરૂ કરવામાં આવ્યું હતું. જ્યાં બે મોટા પદાર્થોનું ગુરુત્વાકર્ષણ તેમની વચ્ચે રહેલા નાના પદાર્થને ઝકડી રાખે છે તેને Gms લેગ્રેન્જ પોઈન્ટ વન લોકેશન કહેવામાં આવે છે. વાસ્તવમાં આ જગ્યા પર અવકાશયાનને બહુ ઓછા ઇંધણની જરૂર પડે છે. પૃથ્વી અને સૂર્ય વચ્ચે પાંચ લેગ્રેન્જ પોઈન્ટ (L1 થી L5) છે, જેમાંથી લેગ્રેન્જ પોઈન્ટ 1 ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે અહીંથી કોઈપણ સમસ્યા વિના સૂર્ય પર નજર રાખી શકાય છે.


આદિત્ય L1 મિશન પૃથ્વી-સૂર્યના L1 પોઈન્ટની નજીક 'હેલો ઓર્બિટ'માં ચક્કર લગાવશે. પૃથ્વીથી આ બિંદુનું અંતર લગભગ 15 લાખ કિલોમીટર છે. આ ભારતીય મિશનનો હેતુ સૂર્યના ફોટોસ્ફિયર, ક્રોમોસ્ફિયર અને કોરોના પર નજર રાખવાનો છે, જેથી તેનાથી સંબંધિત મહત્વપૂર્ણ માહિતી પૃથ્વી પર મોકલી શકાય.


Lagrange Point one(L1) પર આદિત્ય-L1 એકલું નહીં હોય, પરંતુ અહીં તે કેટલાક મિત્રોનો સાથ પણ મળવાનો છે. તેની સાથે 'ઈન્ટરનેશનલ સન-અર્થ એક્સપ્લોરર' (ISEE-3), જિનેસિસ મિશન, યુરોપિયન સ્પેસ એજન્સીનું LISA પાથફાઈન્ડર, ચીનનું Chang'e-5 Lunar Orbiter અને NASAનું 'Gravity Recovery and Interior Recovery (GRAIL) મિશન' પણ હાજર છે. હાલમાં નાસાનું વિન્ડ મિશન સૂર્યનો અભ્યાસ કરી રહ્યું છે. આના દ્વારા મોકલવામાં આવેલ ડેટા ઘણા સ્પેસ મિશન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.