ગુપ્તતર સુત્રો અનુસાર, કાશ્મીરમાં એક ખતરનાક કાવતરાનો ખુલાસો કરાયો છે, પાકિસ્તાની સેના અને ISI કાશ્મીરમાં અફઘાની મૂળના આતંકીઓને મોકલી રહ્યુ છે, કાશ્મીરમાં કેટલાક એવા આતંકીઓ દેખાયા છે જે ઉર્દૂ બોલે છે નહીં કે કાશ્મીરી.
રિપોર્ટ એવા પણ છે કે, પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં પાકિસ્તાની સેના, ISI અને આતંકીઓની વચ્ચે મિટીંગ થઇ છે. બેઠકમાં આતંકીઓને કાશ્મીરમાં ફિદાઇન હુમલા માટે કહેવામાં આવ્યુ છે. ગુપ્ત માહિતી મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર આવી ગઇ છે, અને કાશ્મીરમાં અફઘાની મૂળના ચહેરાઓને ઓળખવાની કોશિશ કરાઇ રહી છે. પાકિસ્તાન લાખ કોશિશ કરે પણ સુરક્ષાદળોના જવાનો સતર્ક છે અને આતંકીઓ વિરુદ્ધ સતત ઓપરેશન ચલાવી રહ્યાં છે.