લગ્ન બાદ સુખી સંસારના સપનાં લોકો જોતા હોય છે. લગ્નના ફેરા ફરતી વખતે જિંદગીભર સાથ નિભાવવાનો વાયદો કરતા હોય છે. પરંતુ રાજસ્થાનમાં લગ્નના ચોથા દિવસે જ દુલ્હન ફરાર થઈ ગઈ હતી. પતિ અને તેના પરિવારજનોને જ્યારે ખબર પડી કે દુલ્હન તેની સાથે ઘરેણા પણ લઈ ગઈ છે ત્યારે વધારે મોટો આંચકો લાગ્યો હતો. દુલ્હનને તેના પિયરના જ કોઈ યુવક સાથે અફેર હતું. આ મામલો રાજસ્થાનના શ્રીગંગાનગર જિલ્લાનો છે. આ જિલ્લાના દુલપુર કેરી ગામમાં રહેતા એક યુવકના લગ્નના ચોથા જ દિવસે તેની પત્ની ઘરમાંથી સોના-ચાંદીના ઘરેણા અને રોકડ રકમ લઈને ફરાર થઈ ગઈ હતી.


લગ્ન બાદની વિધિ માટે પિયર આવીને મધરાતે......


પોલીસ મુજબ, દુલપુર કેરી ગામમાં રહેતા પેમારામ નાયકે આ અંગે ફરિયાદ નોંધાવી છે. જે મુજબ તેમની દીકરી દુર્ગાના લગ્ન 11 ઓક્ટોબરના રોજ શ્રીગંગાનગરમાં એમએસબી રોડ પર ગલી નંબર 6 નિવાસી સુભાષ નાયક સાથે થયા હતા. લગ્ન બાદની વિધિ માટે 14 ઓક્ટોબરે તે પિયર આવી હતી. 14-15 ઓક્ટોબરની રીતે લગભગ 12 વાગે તે ઘરમાંથી ગાયબ થઈ ગઈ હતી. જતી વખતે તે દોઢ તોલું સોનું, 250 ગ્રામ ચાંદી અને આશરે 50 હજાર રોકડા લઈ ગઈ ઙતી.


યુવતીના પિતાએ ગામના જ યુવક સામે ફરિયાદ નોંધાવી


પોલીસ મુજબ, પેમારામ નાયકે પોલીસ ફરિયાદમાં તેમના જ ગામના યુવક અચ્ચૂ પર આરોપ લગાવ્યો છે. તેમણે તેની દીકરીને લલચાવી ફોસલાવી ભગાડીને લઈ જવાની વાત કરી છે. પોલીસ કેસ નોંદીને બંનેને શોધી રહી છે.


Covid-19 New Variant: કોરોનાના નવા વેરિયંટને લઈ મનસુખ માંડવિયાએ શું આપ્યું મોટું નિવેદન ? જાણો વિગત


Coronavirus Update: હવે નહીં આવે કોરોનાની ત્રીજી લહેર ? 238 દિવસ બાદ નોંધાયા સૌથા ઓછા દૈનિક કેસ


Team India New Coach: રાહુલ દ્રવિડે ટીમ ઈન્ડિયાના હેડ કોચ બનવા કર્યું એપ્લાઈ