After covid recovery :કોરોનાની બીજી લહેરે દેશમાં તબાહી મચાવી છે. રોજ લાખોની સંખ્યામાં કેસ નોધાઇ રહ્યાં છે તો હજારો લોકો કોવિડ વાયરસના કારણે જીવ ગુમાવી રહ્યાં છે. કોરોના વાયરસના સંક્ર્મણ બાદ પણ શરીરમાં કેટલી સમસ્યા જોવા મળે છે, પોસ્ટ કોવિડના લક્ષણોથી બચવા અને ઝડપથી સ્વસ્થ થવા શું કરવું જોઇએ જાણીએ
કોવિડ વાયરસ માત્ર ફેફસાં જ નહીં પરંતુ માંસપેશી હાર્ટ, આંતરડા પર પણ અસર કરે છે. કોવિડથી સાજા થયેલા દર્દી વીકનેસ પણ અનુભવતા હોય છે. કોવિડ બાદ એટલે કે કોવિડનો નેગેટિવ રિપોર્ટ આવ્યા બાદ જો જીવનશૈલી અને આહાર શૈલીમાં સુધાર લાવવામાં આવે અને પૌષ્ટીક આહાર સાથે પુરતી ઉંઘ લેવામાં આવે તો કોવિડ બાદ ઝડપથી તંદુરસ્તી આવી જાય છે.
કોરોના વાયરસથી ઝડપથી રિકવર થવા માટે ડોક્ટર પ્રોટીનયુક્ત ડાયટ લેવાની સલાહ આપે છે. કોરોના રિકવરી બાદ ઝડપથી તંદુરસ્ત થવા માટે પ્રોટીન રિચ ડાયટ લેવું જોઇએ, દાળ, ચણા પ્રોટીનથી ભરપૂર હોય છે તેનું સેવન કરી શકાય. કોવિૃડ બાદ કોઇ પણ મીલનને સ્કિપ ન કરો, હળવો અને પોષ્ટિક આહાર લો,
કોવિડ વાયરસ સૌથી વધુ ફેફસાંને પ્રભાવિત કરે છે. ફેફસાની તંદુરસ્તી માટે નિયમિત પ્રાણાયામ કરો, ઓમકારનું ઉચ્ચારણ પણ ફેફસાના સ્વાસ્થ્ય માટે હિતકારી છે. પ્રાણાયામ અને ઓમકારથી શરીરમાં ઓક્સિજન પૂર્તિ સારી રીતે થાય છે.
કોવિડથી સાજા થયા બાદ તરત હેવી કામ ન કરવા., પરિશ્રમ પડતાં કામને કોવિડના તરત બાદ જ અવોઇડ કરવા, કોવિડનો નેગેટિવ રિપોર્ટ આવ્યા બાદ પણ થોડા સમય આરામ કરવો જરૂરી છે. કોવિડથી સાજા થયા બાદ પણ થોડા દિવસ ઓક્સિમીટરથી ઓક્સિજન લેવલ ચેક કરતા રહો. પલ્સરેટ ચેક કરતાં રહો.
કોવિડથી સાજા થયા બાદ હાલ બ્લેક ફંગસની બીમારીએ માથું ઉંચક્યું છે. જો કોવિડ દરમિયાન હાઇ સ્ટીરોઇડ ડોઝ લીધા હોય કે પછી ઓક્સિજન પર લાોબો સમય રહ્યાં હો તો આ બીમારી થઇ શકે છે. કોવિડ બાદ શરીરમાં જણાતા નાનામાં નાના લક્ષણોને પણ નજરઅંદાજ ન કરવા જોઇએ. આંખની આસપાસ દુખાવો કે આંખમાં પાણી નીકળા, નાકમાંથી લોહી નીકળવું જેવા કોઇ લક્ષણ દેખાય તો ડોક્ટનો સંપર્ક તરત જ કરવો.