નવી દિલ્લી: નોટબંધી બાદ કેશની મુશ્કેલીઓ દૂર કરવા માટે કેંદ્રીય બેંક એટલે કે રિજર્વ બેંક ઓફ ઈંડિયાએ કેટલીક નવી રણનીતિ અપનાવી હતી. ત્યારબાદ એ પણ જણાવ્યું કે નોટબંધી બાદ લોકોએ 10 નવેંબરથી 18 નવેંબર સુધીમાં 9 દિવસમાં 33000 કરોડની નોટ બદલી હતી. આરબીઆઈ મુજબ હવે ડ્રાફ્ટ અને કેશ ક્રેડિટ એંકાઉન્ટ રાખનારા એક સપ્તાહમાં 50 હજાર રૂપિયા સુધી મેળવી શકશે.
આ પહેલા કરંટ એકાઉન્ટ ખાતાધારકો જ એક સપ્તાહમાં 50,000 રૂપિયા સુધી કેશ બેંકથી ઉપાડી શકતા. આજે આરબીઆઈએ જાહેરાત કરતા કહ્યું કે સમીક્ષા કર્યા બાદ એ નિર્ણય કરવામાં આવ્યો છે કે આ સુવિધા ડ્રાફ્ટ અને કેશ ક્રેડિટ એકાંઉન્ટ ધારકોને પણ આપવામાં આવવી જોઈએ.
આ સાથે કેંદ્રીય બેંકે પણ કહ્યું કે કરંટ, ઓવર ડ્રાફ્ટ અને કેશ ક્રેડિટ એકાંઉનન્ટ વાળા કાતાધારકો જે છેલ્લા ત્રણ મહિનાથી એકાઉંટમાં લેવડ-દેવડ નથી કરી રહ્યા તેઓ એક સપ્તાહમાં 50,000 રૂપિયા નહી ઉપાડી શકે. ઓવર ડ્રાફ્ટ એકાઉંટની વધારવામાં આવેલી સીમા સામાન્ય ખાતાધારકોને માટે લાગૂ નથી. સાથે 50 હજારની કેશ રાશી 2000ની નોટમાં જ મળશે.
રિજર્વ બેંકે નોટબંધી બાદના આંકડા જાહેર કરતા કહ્યું કે 10 નવેંબર બાદ બેંકો અને એટીએમના ઉપયોગથી 1.03 લાખ કરોડ રૂપિયા વિતરમ કરવામાં આવ્યા છે.