ગોવામાં વાસ્કોમાં ભાજપાની એક રેલીને સંબોધિત કરતા પર્રિકરે કહ્યું જ્યારે મે રક્ષા મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો ત્યારે મે સૈનિકોને કહ્યું આપ કોઈપણ શખ્સ પાસે પિસ્તોલ અથવા મશીનગન જુઓ ત્યારે એ ઉમ્મીદ ન કરો કે તે તમને હેલો કહેવા માટે આવ્યો છે, એ પહેલા કે તમે શહિદ થાઓ તમારે તેને ખત્મ કરવો જોઈએ.
પર્રિકરે દાવો કર્યો કે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીના કેંદ્રમાં સત્તામાં આવવાના કારણે સેનાનું મનોબળ વધ્યું છે. તેમણે કહ્યું કે આપણી સેના આતંકવાદીઓ સાથે લડી રહી છે. કૉંગ્રેસ સરકારે તેમને આદેશ આપ્યા હતા જ્યાં સુધી સામે વાળો ગોળી ન ચલાવે ત્યાં સુધી જવાબી કાર્યવાહી ન કરવામાં આવે. પાકિસ્તાન તરફથી વારંવાર કરવામાં આવતા સંર્ઘષ વિરામ પર પર્રિકરે કહ્યું કે ભારતીય સૈનિકોને પૂરતો અધિકાર છે કે તેઓ દુશ્મનોને જડબાતોડ જવાબ આપે.
પર્રિકરે કહ્યું આપણા સૈનિકોને ગોળી ચલાવવા પર જવાબી કાર્યવાહી માટે રક્ષા મંત્રાલય પાસેથી પરમિશન લેવાની જરૂર નથી. રક્ષા મંત્રીએ કહ્યું રક્ષામંત્રાલયને સમજવામાં છ થી આઠ મહિના જેટલો સમય લાગ્યો. શરૂઆતમાં ખબર ન હતી કે રક્ષામંત્રાલય કઈ રીતે કામ કરે છે.