ગુવાહાટીઃ આસામના નાગાંવ જિલ્લામાં 30 વર્ષના વ્યક્તિએ કોરોનાવાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ કથિત રીતે આત્મહત્યા કરી લીધી હતી. કોરોના વાયરસથી સંક્રમિત મળી આવ્યા બાદ આ વ્યક્તિ હોસ્પિટલના બાથરૂમમાં લોહી નીંગળતી હાલતમાં મળી આવ્યો હતો.


મળતી માહિતી પ્રમાણે, મૃતકે શનિવારે હોસ્પિટલના બાથરૂમમાં તીક્ષ્ણ વસ્તુ વડે પોતાનું ગળુ કાપી નાંખ્યું હતું, જેના કારણે તેનું મોત થયું હતું. તે કોરોનાથી સંક્રમિત મળી આવ્યો હતો અને તેની મહારાષ્ટ્રની હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી. આ વ્યક્તિ તબલીગી જમાત સાથે સંકળાયેલો હોવાનું કહેવાય છે. તે દિલ્હીના નિઝામુદ્દીનમાં થયેલા ધાર્મિક કાર્યક્રમમાં સામેલ થયો હતો.

કોરોના વાયરસના લક્ષ્ણ સામે આવ્યા બાદ 7 એપ્રિલે તેને મહારાષ્ટ્રના અકોલાની સરકારી મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. શુક્રવારે તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જે બાદ શનિવારે કથિત રીતે ગળુ કાપી નાંખીને જીવન ટુંકાવ્યું હતું.

યુવકના મોતના સમાચાર સાંભળીને ગામ લોકો હેરાન છે. તેના સંબંધીએ જણાવ્યું કે, હોસ્પિટલમાં દાખલ થયાની જાણ પરિવારને કરી હતી. જોકે, તે કોરોનાવાયરસથી સંક્રમિત હતો તેની ખુદને પણ જાણ નહોતી.

દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 8356 પર પહોંચી છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં જ 909 કેસ નોંધાયા છે. કોરોનાથી મોતને ભેટનારા લોકોની સંખ્યા 273 પર પહોંચી છે. જ્યારે 715 લોકો કોરોનાથી ઠીક થઈ ગયા છે.

કોરોનાવાયરસઃ PM મોદીના સંબોધનની દેશવાસીને રાહ, લોકડાઉન વધારવાની થઈ શકે જાહેરાત

દિલ્હીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા એક હજારને પાર, વધુ 3 હૉટસ્પોટ સીલ, કુલ 33 વિસ્તાર સંપૂર્ણ બંધ