કોલકતા:ફેસબુકના પ્રેમની આ કહાણી કલકતાની છે. મહિલાએ એક વર્ષ પહેલા આ યુવક સાથે પ્રેમ થયો હતો. બને ફેસબુકના માધ્યમથી મળ્યા હતા. મહિલાએ જણાવ્યું કે, ‘લગ્ન પહેલા લગ્ન નહી કરે  તો આત્મહત્યા કરી લેવાનું કહેતો હતો પરંતુ લગ્નના એક વર્ષ બાદ મારપીટ કરીને કેશ ઘરેણા લઇને ફરાર થઇ ગયો’


પીડિત મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા માંગણી કરી છે કે, પતિને વિશ્વાસઘાત કર્યાની કડકમાં કડક સજા મળવી જોઇએ. કોલકતા પોલીસે મહિલાને આરોપી પતિને ઝડપથી અરેસ્ટ કરવાનું આશ્વાસન આપ્યું છે. મહિલાએ પોલીસ સાથે જિલ્લા પોલીસ પહોંચી હતી અને ઝડપથી ન્યાય મળે માંગણી કરી હતી.

મહિલાએ ફરિયાદ કરતાં જણાવું છે કે, ‘ફેસબુક દ્વારા પરિચય થયો અને ત્યારબાદ બંને કોર્ટ મેરેજ કર્યો હતા. આરોપી પતિના પિતા બેન્ક ઓફ બરોડામાં નોકરી કરે છે. જો કે જ્યારે તેમના પિતાના ઘરે જઇને તપાસ કરી તો તે પણ ગાયબ છે અને મહિલાના લોકરમાંથી ઘરેણા અને 1 લાખ કેશ પણ ગાયબ છે.

આ મામલે પોલીસ ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે. આરોપી પતિ ફતેહપુરનો હોવાનું સામે આવ્યું છે. આ મામલે પોલીસ સીઓ અને સીટીઓને પણ નિર્દેશ કરાયા છે જેથી આ મામલે યોગ્ય તપાસ થઇ શકે અને મહિલાને ન્યાય મળી શકે.