મધ્યપ્રદેશના શ્યોપુરના કુનો નેશનલ પાર્કમાં નામીબિયાથી 8 ચિત્તાઓ આવ્યા બાદ ડિસેમ્બર મહિનામાં જ દક્ષિણ આફ્રિકાથી 12 ચિત્તા લાવવાની તૈયારીઓ ચાલી રહી છે. દક્ષિણ આફ્રિકાના વન અને પર્યાવરણ મંત્રી બારબરા ક્રિસીએ પ્રોજેક્ટ ચિતા માટે ભારત સાથેના એમઓયુને મંજૂરી આપી છે. હવે રાષ્ટ્રપતિ Cyril Ramaphosaની મંજૂરી બાકી છે. નિષ્ણાતો જણાવી રહ્યા છે કે આગામી થોડા દિવસોમાં રાષ્ટ્રપતિ ભવન તરફથી મંજૂરી મળવાની આશા છે.
વાસ્તવમાં ચિત્તાઓને નામિબિયા અને દક્ષિણ આફ્રિકાથી ચિત્તાઓને એકસાથે ભારત લાવવાના હતા. ચિત્તાઓની પસંદગીથી લઈને તેમને અલગ રાખવા સુધીની તૈયારીઓ નામિબિયા તેમજ દક્ષિણ આફ્રિકામાં પૂર્ણ કરવામાં આવી હતી, પરંતુ દક્ષિણ આફ્રિકાથી ચિત્તા લાવવા માટે એમઓયુ પર હસ્તાક્ષર થઈ શક્યા ન હતા. પરિણામે 8 ચિત્તા નામીબિયાથી આવ્યા હતા અને દક્ષિણ આફ્રિકામાં ભારત લાવવા માટે ઓળખવામાં આવેલા 12 ચિત્તા ક્વોરેન્ટાઇન એન્ક્લોઝરમાં બંધ રહ્યા હતા, જે લગભગ સાડા ત્રણ મહિનાથી ક્વોરેન્ટાઇન એન્ક્લોઝરમાં બંધ છે.
દરમિયાન નામિબિયાથી કુનો નેશનલ પાર્કમાં લાવવામાં આવેલા તમામ 8 ચિત્તાઓ મોટા વાડામાં સ્થળાંતરિત થઈ ગયા છે, જ્યાં તેઓ શિકાર કરી પોતાને સારી રીતે અનુકૂળ થયા છે. આ જ કારણ છે કે ફરી એકવાર દક્ષિણ આફ્રિકાથી ચિત્તા લાવવાની પ્રક્રિયા તેજ થઈ ગઈ છે.
નામીબિયાના ચિત્તાઓ ભારતમાં સેટ થઇ ગયા બાદ દક્ષિણ આફ્રિકાનું વલણ પણ સકારાત્મક બન્યું છે અને ગઈકાલે જ દક્ષિણ આફ્રિકાના વન અને પર્યાવરણ મંત્રી બારબરા ક્રિસીએ પ્રોજેક્ટ ચિતા માટે ભારત સાથેના એમઓયુને મંજૂરી આપી છે. હવે રાષ્ટ્રપતિની સહી કરવાની બાકી છે. નિષ્ણાતોનું કહેવું છે કે રાષ્ટ્રપતિના હસ્તાક્ષર બાદ ચિત્તાઓને ભારત લાવવામાં 7 દિવસથી વધુ સમય લાગશે નહીં. કારણ કે બાકીની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે.
ચિત્તાના મેડિકલ ચેકઅપથી લઈને રસીકરણ વગેરે માટે અગાઉથી જ તૈયારી કરી લેવામાં આવી છે. ચિત્તાઓને જલદી ભારત લાવવામાં આવશે. આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા અધિકારીઓનું કહેવું છે કે બે અનફિટ ચિત્તાના સ્થાને અન્ય બે ચિત્તાની પસંદગી કરવામાં આવી છે અને હવે માત્ર 12 ચિત્તા જ દક્ષિણ આફ્રિકાથી ભારતમાં લાવવામાં આવી રહ્યા છે.
PCCF (વાઇલ્ડ લાઇફ) જસવીર સિંહ ચૌહાણનું કહેવું છે કે ત્યાંની સરકારે એમઓયુને મંજૂરી આપી દીધી છે અને દક્ષિણ આફ્રિકાથી આવતા 12 ચિત્તાઓ માટે ફાઈલ રાષ્ટ્રપતિને મોકલી છે. રાષ્ટ્રપતિના હસ્તાક્ષર બાદ એક મહિનામાં 12 ચિતા કુનો પાર્કમાં પહોંચી જશે. ચિત્તાઓ માટે 8 નવા એન્ક્લોઝર તૈયાર કરવામાં આવી રહ્યા છે.