નવી દિલ્હી: સર્જીકલ સ્ટ્રાઇક બાદ સરહદ પર ઘૂસણખોરીમાં 43 ટકાનો ઘટાડો આવ્યો છે. મોદી સરકારે સંસદમાં એક સવાલના જવાબમાં આ જણાવ્યું હતું. કેન્દ્રીય રાજ્યમંત્રી નિત્યાંદ રાયે સંસદમાં એક સવાલના જવાબમાં કહ્યું કે 2018ની સરખામણીએ 2019ના શરૂઆતના 6 મહીનામાં ઘૂસણખોરીમાં 43 ઘટાડો થયો છે.


નિત્યાનંદ રાયે કહ્યું કે, “સુરક્ષાદળોના વિવિધ પ્રયાસોથી જમ્મુ-કાશ્મીરની સ્થિતિમાં સુધારો આવ્યો છે. આતંકી હુમલામાં પણ 28 ટકા ઘટાડો આવ્યો છે. આતંકી સંગઠનોમાં સ્થાનીક યુવકોની જોડાવા મામલે પણ 40 ટકા ઘટાડો આવ્યો છે. અને આંતકીઓનો સફાયો કરવામાં 22 ટકા વધાર્યો થયો છે. ”

ભ્રષ્ટાચાર વિરુદ્ધ CBI એક્શનમાં, 19 રાજ્યોમાં 110 જગ્યાઓએ પાડ્યા દરોડા

ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય સુરક્ષાનો પોતાની સરકારની પ્રાથમિકતા જણાવનાર મોદી સરકારે સ્પષ્ટ કહ્યું છે કે આતંકવાદને લઈને તેમની પોલિસી ઝીરો ટૉલરેન્સની છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું હતું કે તેમની સરકાર આતંકવાદ સામે લડવાની રીત બદલી છે અને પાકિસ્તાનમાં તેના મૂળમાં હુમલો કરી રહી છે. નોંધનીય છે કે સપ્ટેમ્બર 2016માં ભારતીય સેનાએ POKમાં આતંકીઓના અડ્ડા પર સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી.