નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયા અને કિવી ટીમ વચ્ચે આજે પ્રથમ સેમિ ફાઇનલ માન્ચેસ્ટરમાં રમાવવાની છે. મેચ પહેલા ક્રિકેટનો ફિવર જમ્મુ-કાશ્મીરમાં પણ જોવા મળ્યો. ભારતની જીત માટે જમ્મુમાં એક દુલ્હાએ લગ્ન પહેલા હવન કરાવ્યો. આની કેટલીક તસવીરો સોશ્યલ મીડિયા પર જબરદસ્ત વાયરલ થઇ રહી છે.




ઘટના એવી છે કે, જમ્મુના પુરાના શહેરમાં રહેનારો સંદીપ આજે સાંજે જાન લઇને જવાનો છે, તેના ઘરે સગા-સંબંધીઓ અને મિત્રોનો જમાવડો છે. સંદીપ ક્રિકેટનો શોખીન છે. આજે સવારે સંદીપના ઘરે લગ્નની પૂજા હતી, પંડિત લગ્નની પૂજા માટે આવી ગયા હતા, પણ દુલ્હાએ લગ્ન માટે વિચિત્ર શરત મુકી. સંદીપે મહારાજને લગ્નના મંત્રોચ્ચાર પહેલા ટીમ ઇન્ડિયાની જીત માટે એક હવન કરવાનું કહ્યું. આ હવન માત્ર ને માત્ર ટીમ ઇન્ડિયા માટે હતુ.