સીતાપુરના મહેમુદાબાદ વિધાનસભાના પૂર્વ સપા ધારાસભ્ય નરેન્દ્ર સિંહ વર્માના મોટા ભાઈ મહેન્દ્ર સિંહ વર્માનું નિધન થયું છે. પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ/વરિષ્ઠ સપા નેતાના ભાઈ મહેન્દ્ર સિંહ વર્મા લાંબા સમયથી બીમાર હતા. તેમના અવસાન નિમિત્તે આજે શ્રદ્ધાંજલિ સભા યોજાઈ હતી. જેમાં યુપીના પૂર્વ મુખ્યમંત્રી સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે શ્રદ્ધાંજલિ સભામાં ભાગ લીધો હતો. આ શ્રદ્ધાંજલી સભામાં અખિલેશ યાદવે સંબોધન કર્યું હતું. 


ધી લખીમપુર ફાઈલ્સઃ


અખિલેશ યાદવે કહ્યું કે, જે રીતે કાશ્મીર ફાઇલ્સ પર ફિલ્મ બની શકે છે, તેવી જ રીતે લખીમપુરમાં જીપ કચડવાની ઘટના પર લખીમપુર ફાઇલ્સ નામની ફિલ્મ બનાવવી જોઈએ. 


ઉલ્લેખનીય છે કે, 3 કૃષિ કાયદા પર ખેંચવાની માંગ સાથે થયેલા ખેડૂત આંદોલન સમયે કેન્દ્રિય મંત્રી અને યુપીના લખીમપુર ખીરીના સાંસદ અજય મિશ્રા ટેનીના પુત્ર આશિષ મિશ્રાએ ખેડૂતો પર પોતાની કાર ચડાવી હતી. આ ઘટનામાં પ્રદર્શન કરી રહેલા ખેડૂતોનાં મોત થયા હતા. આ ઘટના બાદ આશિષ મિશ્રાની ધરપકડ થઈ હતી અને વિપક્ષે કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા ટેનીનું રાજીનામું પણ માંગ્યું હતું. ખેડૂત આંદોલનની આ દુઃખદ ઘટના પર ફિલ્મ બનાવવા માટે અખિલેશ યાદવે કહ્યું છે. 


મહેબૂબા મુફ્તીએ કેન્દ્ર સરકાર પર આક્ષેપ કર્યોઃ
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ પણ આ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મને લઈને કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા છે. મહેબૂબા મુફ્તીએ ટ્વીટમાં લખ્યું કે, જે રીતે ભારત સરકાર કાશ્મીર ફાઇલ ફિલ્મને પ્રમોટ કરી રહી છે અને કાશ્મીરી પંડિતોના દર્દને હથિયાર બનાવી રહી છે, તેનાથી તેમના ખરાબ ઈરાદાઓ સામે આવી ગયા છે. જૂના ઘા પર મલમ લગાડીને બે સમુદાયો વચ્ચે વધુ સારું વાતાવરણ ઊભું કરવાને બદલે, તે (કેન્દ્ર સરકાર) તેમને અલગ કરી રહી છે.