ટ્વીટર એકાઉન્ટ બાદ હવે ઇન્ટરનેટથી ખેડૂત આંદોલન સંબધિત મ્યૂઝિક વીડિયો પણ હટાવી દેવામાં આવ્યો છે. જણાવીએ કે, પંજાબી ગાયક કંવર ગ્રેવાલ અને હિંમત સંધુ ના ‘અસી વડ્ડંગે’ના એક ટ્રેક ‘એલાનને ભારત સરકાર દ્વારા વીડિોય વિરૂદ્ધ કાયદાકીય ફરિયાદ નોંધાવ્યા બાદ વીડિયો શેર એપ યુટ્યૂબથી હટાવી દેવામાં આવ્યું હતું. જાણીતા ગીતકાર હિમ્મત સંધુનું આ ટ્રેક ચાર મહિના પહેલા ખેડૂતોના આંદોલનના સમર્થનમાં બહાર પાડવામાં આવ્યું હતું. 13 મિલિયન વ્યૂઝ મેળવનાર આ ગીતને ખેડૂતો વિરૂદ્ધ સરકારની ક્રૂરતાને દર્શાવવામાં આવ્યું છે અને તેમના વફાદારોને ખેતરમાં પ્રવેશ ન કરવાની ચેતવણી આપી છે.


ખેડૂત આંદોલન માટે એક એન્થમ બની ગયું હતું ગીત

કંવર ગ્રેવાલ દ્વારા ગાવામાં આવેલ ‘એલાન’ ગીત, આંદોલન માટે એક એન્થમ બની ગયું અને ગાયકને આંદોલનના ચેહરામાંથી એક બનાવી દેવામાં આવ્યા. આ ગીતનો ખાસ મેસેજ હતો કે પાક વિશે દરેક નિર્ણય ખેડૂતોએ લેવો જોઈએ, કોઈ અન્યએ નહીં. જણાવીએ કે, આ મ્યૂઝિક વીડિયોને હટાવવામાં આવ્યો ત્યારે વીડિયોને 1 કરોડથી વધારે વખત જોવામાં આવ્યો હતો. જ્યારે સિંગર કંવર ગ્રેવાલે સમાચાર એજન્સી પીટીઆઈને કહ્યું કે, “આ એક મોટો મુદ્દો છે અને અમે બધા માટી સાથે જોડાયેલ છીએ.”

ગીત લોકોના દીલમાંથી હટાવી નહીં શકે સરાકર- ખેડૂત નેતા

અહેવાલ અનુસાર કેન્દ્ર સરાકરે ‘પ્રતિરોધ ના ગીત’ વિરૂદ્ધ કાયદાકીય ફરિયાદ નોંધાવી છે, જે સોશિયલ મીડિયા પર ઘણા વાયરલ થયા હતા અને આ ગીતને ખેડૂતોના જુદા જુદા વિરોધ સ્થળો પર પ્રદર્શન દમરિયાન ખૂબ વગાડવામાં આવતુ હતું. જ્યારે યુટ્યૂબ પરથી ગીતને ડીલિટ કરવા પર પ્રતિક્રિયા આપતા બીકેયૂ એકતા ઉર્ગાન ના રાજ્ય સચિવ શિંગારા સિંહ માને કહ્યું કે, સરકાર ગીતને યુટ્યૂબથી હટાવી શકે છે, પરંતુ ગીતને લોકોના દીલમાંથી નહીં હટાવી શકે.

જણાવી કે, આ પહેલા ભારત સરકાર દ્વારા ટ્વીટરને કાયદાકીય નોટીસ મોકલી હતી, ત્યાર બાદ કિસાન એકતા મોર્ચા, Tractor2twitr અને jatt_junction સાથે જોડાયેલ ટ્વીટર ખાતાને ભારતમાં પ્રતિબંધ કરવામાં આવ્યા હતા. જોકે જુદા જુદા સ્પેક્ટ્રોમ્સની ટીકા બાદ આ ખાતાને અનબ્લોક કરવામાં આવ્યા હતા.