ઉત્તરાખંડમાં ગઈકાલે સર્જાયેલી તબાહીમાં હજુ પણ કેટલાક લોકો ફસાયેલા છે. તપોવનની ટનલમાં ફસાયેલા 30 લોકોને બચાવવાની કામગીરી શરૂ કરાઈ છે. આઈટીબીપીના જવાનોએ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું છે. આઈટીબીપીના જણાવ્યા અનુસાર રેસ્ક્યુ ઓપરેશનમાં લગભગ એક અઠવાડીયા જેટલો સમય લાગી શકે છે. ટનલમાં ઘણા ફુટ સુધી કાટમાળ ભરેલો છે. તો તપોવનમાં બીજી ટનલમાંથી 16 લોકોને બચાવવામાં આવ્યા છે. તો લખીમપુરી ખીરીના 60 મજુરો પણ લાપતા થયા છે.


નોંધનીય છે કે, ઉત્તરાખંડના ચમોલીમાં ગ્લેશિયર તૂટતાં માટો પ્રમાણમાં જાન અને માલ હાનિ થઇ છે. અત્યાર સુધીમાં 10 લોકોના મોત થયા છે. ગ્લેશિયર ફાટતાં 150થી વધુ લોકો તણાયા હોવાની આશંકા છે. જેની શોધ ચાલું છે. રાહત અને બચાવકાર્ય માટે એનડીઆરએફની અને એસડીઆરએફ સહિત સેનાની મદદ લેવાઇ રહી છે.

ગ્લેશિયર તૂટવાથી ઋષિ ગંગા પાવર પ્રોજેક્ટ સંપૂર્ણ રીતે તૂટી ગયો છે.તો બીજી તરફ અનેક મકાન તણાયાની પણ આશંકા સેવાઇ રહી છે. ગ્લેશિયર તૂટતા અનેક ગામ સંપર્ક વિહોણા બની ગયા છે.