કોરોના વચ્ચે ભારતે ઈન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ કરી નથી પરંતુ વંદે ભારત મિશન અંતર્ગત વિદેશમાં ફસાયેલા ભારતીયોને લાવવા એર ઈન્ડિયા ફ્લાઇટ ચલાવી રહી છે. અમેરિકાના ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટના કહેવા મુજબ, કોરોનાના કારણે વિદેશમાં ફસાયેલા ભારતીયોને લાવવા માટે ભારત સરકારે એર ઈન્ડિયાના પ્લેન મુક્યા છે પરંતુ એર ઈન્ડિયા ટિકિટ પણ વેચી રહી છે. બીજી તરફ અમેરિકન એરલાઇન્સ માટે ભારતમાં રોક લગાવવામાં આવી છે. જેનાથી અમેરિકન એરલાઇન્સને કોમ્પિટિશનમાં નુકસાન થઈ રહ્યું છે.
અમેરિકાનો આરોપ છે કે એર ઈન્ડિયા તેમના દેશના લોકોની વાપસીના મિશનના નામ પર છેતરી રહ્યું છે. અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રાન્સપોર્ટન કહેવા મુજબ ભારતીય એરલાઇન્સે અમેરિકામાં ઓપરેશન પહેલા અમને જણાવવું જોઈએ, જેથી કરીને તેમના પર નજર રાખી શકાય. હવે જ્યારે ભારતમાં અમેરિકન એરલાઇન્સને ઓપરેશનની છૂટ મળશે ત્યારે જ રોક હટાવવા પર વિચાર થશે.
થોડા સપ્તાહ પહેલા અમેરિકાની ચીનની એરલાઇન્સ પર પણ રોક લગાવી હતી. બાદમાં 15 જૂને બંને દેશો વચ્ચે થયેલા કરારમાં બંને તરફથી સપ્તાહમાં 4 ફ્લાઇટ્સની મંજૂરી અપાઈ હતી.